કૅશ-બૉક્સમાંથી પૈસા ચોરનારા હોટેલના કર્મચારી કવન પટેલની સજા પૂરી થશે પછી તેને ભારત મોકલવામાં આવશે
કવન પટેલ
ગુજરાતના ૨૭ વર્ષના કવન પટેલને સગીર છોકરીનું શોષણ કરવાના કેસમાં અમેરિકાની કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા કરી છે. તે અમેરિકાના નેબ્રાસ્કાના ઓમાહા શહેરમાં એક હોટેલમાં કામ કરતો હતો. સગીર છોકરીનું શોષણ કરવા માટે છોકરીઓ સપ્લાય કરનારા ગુનેગારોને તે પૈસા આપતો હતો. કવન અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતો હતો એટલે તેની સજા પૂરી કર્યા પછી તેને ભારત પાછો મોકલી દેવામાં આવશે.
આ કેસ ગયા વર્ષે જાન્યુઆરીમાં પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ ચોરીના કેસમાં તપાસ કરવા પહોંચી ત્યારે તેમને સગીર છોકરીઓની બળજબરીથી તસ્કરી અને દેહવ્યવસાયના પુરાવા મળ્યા હતા. આ પછી હોમલૅન્ડ સિક્યૉરિટી અને ઓમાહા પોલીસને સંયુક્ત કાર્યવાહીમાં ૧૫ અને ૧૬ વર્ષની બે સગીર છોકરીઓ મળી આવી હતી જેમને બીજા રાજ્યથી લાવીને હોટેલમાં રાખવામાં આવી હતી.
ADVERTISEMENT
આ કેસમાં છોકરીઓએ પોલીસને જણાવ્યું હતું કે ગુનેગારોએ તેમની રૂમનું ભાડું ઓછું કરવા અને બહાર કાઢવાથી બચવા માટે હોટેલના સ્ટાફ સાથે સંબંધ બનાવવા માટે દબાણ કર્યું હતું. કવન પટેલે સ્વીકાર્યું હતું કે તેણે એક છોકરી માટે હોટેલના કાઉન્ટર ડ્રૉઅરમાંથી પૈસા લીધા હતા અને ગુનેગારોને આપ્યા હતા. બદલામાં હોટેલના સ્ટાફે ગુનેગારો અને છોકરીઓને ઘણા દિવસો સુધી ત્યાં રહેવા દીધાં હતાં.
