° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


સાણંદના પ્રાંત અધિકારીએ કરી આત્મહત્યા

23 November, 2022 11:28 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિટર્નિંગ ઑફિસર તરીકે ફરજ પર હતા : ફૅમિલીએ શંકા વ્યક્ત કરી કે આત્મહત્યા નથી, બીજું કારણ હોઈ શકે

મરનાર આર. કે. પટેલની ફાઇલ-તસવીર.

મરનાર આર. કે. પટેલની ફાઇલ-તસવીર.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે એવા સમયે સાણંદના પ્રાંત અધિકારી અને રિટર્નિંગ ઑફિસર તરીકે કાર્યરત આર. કે. પટેલે ગઈ કાલે સવારે અગમ્ય કારણસર તેમના ફ્લૅટ પરથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ કેસમાં અકસ્માતે મોત દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ અંબાજી મંદિરના વહીવટદાર તરીકે કામ કરનારા આર. કે. પટેલને દોઢેક મહિના પહેલાં સાણંદ પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા હતા. ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે તેમના ફ્લૅટ પરથી પડતું મૂકીને તેમણે આપઘાત કર્યો હતો. ચર્ચાઈ રહ્યું છે કે તેઓ ગઈ રાતે અઢી વાગ્યા સુધી ચૂંટણીકાર્યમાં વ્યસ્ત હતા. ફ્લૅટના રહેવાસીઓએ આ ઘટના વિશે ૧૦૮ ઍમ્બ્યુલન્સને બોલાવતાં તેમણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. 

આ ઘટનાની જાણ પોલીસને કરાતાં સાણંદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એફએસએલની ટીમને બોલાવી તપાસ હાથ ધરી હતી તેમ જ તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલ્યો હતો. તેઓ ડિપ્રેશનમાં હતા કે નહીં એ વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે. 

મરનાર આર. કે. પટેલના પરિવારજનો સાણંદ આવ્યા હતા અને મીડિયાને કહ્યું હતું કે ‘સાત વાગ્યે તો તેમનો અમારા પર ફોન આવ્યો હતો અને વાત થઈ હતી. એટલે આ આત્મહત્યા નથી, બીજું જ કોઈ કારણ હોઈ શકે છે.’ આર. કે. પટેલના ફ્રેન્ડ કનુ પટેલે મીડિયા સમક્ષ એવી આશંકા વ્યક્ત કરી હતી કે ‘કોઈકે તેમને ધક્કો મારીને પાડી નાખ્યા હશે.’

23 November, 2022 11:28 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Allahabad: બક્ષીસ લેવા માટે કમર પર લગાડ્યું QR Code, HCએ જમાદારને કર્યો સસ્પેન્ડ

સોશિયલ મીડિયા પર જમાદારની તસવીર વાયરલ થયા બાદ ઇલાહાબાદ કૉર્ટે હાઈકૉર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રાજેશ બિંદલે આને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ ન્યાયાલયના આ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.

01 December, 2022 09:01 IST | Allahabad | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ગાઝિયાબાદ:લિફ્ટમાં 20 મિનિટ સુધી ફસાઈ ત્રણ બાળકીઓ, કેસ દાખલ, ઘટનાનો વીડિયો વાયરલ

પરિવારજનોની ફરિયાદ (Family member`s Complaint) પર પોલીસે (Police) આ મામલે કેસ (Filed a case) દાખલ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral on Social Media) થઈ રહ્યો છે. 

01 December, 2022 06:51 IST | Ghaziabad | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રવીશ કુમારે આપ્યું રાજીનામું: કહ્યું - હું તે પક્ષી છું, જેનો માળો કોઈ લઈ ગયું

રવીશ કુમારે પોતે પોતાની યુટ્યુબ ચેનલ પર રાજીનામાની માહિતી આપી છે અને ભાવુક વિદાય સંબોધનમાં વિતેલા દિવસોને યાદ કર્યા છે

01 December, 2022 02:18 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK