Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ahmednagar

લેખ

ડ્રેક, લીંબુ-મરચાંથી શણગારેલી કાર અને વાયરલ જાહેરાત (તસવીર: સોશિયલ મીડિયા)

કૉન્ડમ કંપની, હૉલિવૂડથી લઈને કારને લીંબુ-મરચાથી શણગારવા સુધી IPL ફાઇનલ માટે...

આરસીબીના કેટલાક ફૅન્સ એક વિચિત્ર કાર સાથે જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ જ પ્રકારનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સફેદ કારને લીંબુ અને લીલા મરચાથી શણગારવામાં આવી છે. આવું કરવા પાછળનું કારણ એવું હતું છે કે આરસીબીને આ મૅચ જીતવામાં કોઈ ખરાબ શુકન ન લાગે

04 June, 2025 06:57 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ભાજપ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ

મહારાષ્ટ્રમાં ભાજપ મંત્રી સહિત 53 મળીને ખેડૂતોનું 9 કરોડનું કરી નાખ્યાના આરોપ

મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં જમીન ધરાવતાં ખેડૂતોના નામે નકલી દસ્તાવેજોના આધારે લગભગ ₹9 કરોડની લોન મેળવવામાં આવી હોવાના આરોપમાં મહારાષ્ટ્રના ભાજપ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અન્ય 53 લોકો સામે ફ્રોડનો - છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.

01 May, 2025 06:44 IST | Ahilyanagar | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

અમદાવાદમાં બજરંગ દળ અને VHPએ ચર્ચ પર હુમલો કર્યાનો કૉંગ્રેસનો દાવો, વીડિયો વાયરલ

Ahmedabad Church Attack: ગુજરાતના અમદાવાદમાં આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જોકે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તેની પુષ્ટિ કરતું નથી. આ સાથે પ્રશાસન કે પોલીસ દ્વારા પણ આ હુમલા બાબતે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

21 April, 2025 06:58 IST | Ahmedabad | Viren Chhaya
જીપ કૂવામાં પડી અને ચારનાં મોત

રસ્તા પરથી જઈ રહેલી જીપ કૂવામાં ખાબકી, ચારનાં મોત

અહમદનગર જિલ્લાના જામખેડ તાલુકાના જાંબવાડીની હદમાં ગઈ કાલે બપોર બાદ માતકુળી રોડ પર જામખેડ તરફ જઈ રહેલી એક બોલેરો જીપ કૂવામાં ખાબકી હતી

16 January, 2025 01:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ક્રિમ કુનાફા અને ટર્કિશ ઝાયકાના કર્તાહર્તા શેખ ભાઇઓ નબીલ શેખ અને નુમાન શેખ

જ્યાફતઃ મધ્યપૂર્વના તૂર્કી દેશની પ્રચલિત વાનગીઓ હવે અમદાવાદમાં પણ પૉપ્યુલર

મિત્રો ટેકનોલોજીની ક્રાંતિ સાથે દુનિયાના દેશોનું અંતર ઢૂંકડું થઇ ગયું છે અને એક દેશની સંસ્કૃતિ બીજા દેશમાં પ્રવેશે તેમાં ખાણી પીણી ટોચના સ્થાને આવે છે. વિમાન ભાડા ઘટ્યા હોવાથી અને લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધી હોવાથી વિદેશ પ્રવાસનું ચલણ વધી જતા પ્રવાસીઓ ત્યાં જઇને જાત-જાતના ખાન-પાન સાથે પરિચિત થાય છે અને ત્યાંથી આપણા દેશમાં પણ લઇને આવે. ગુજરાતીઓના ટોચના પ્રવાસ લિસ્ટમાં મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે આવેલો દેશ તૂર્કી અથવા તો ટર્કી પસંદગીનું સ્થળ છે. અહીંની મીઠાઇઓ સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. આ દેશની મિઠાઇમાં હોટ ફેવરીટ હોય તો તે છે બકલાવા અને કુનાફા. અમદાવાદના એક પરિવારે ઘરે બકલાવા બનાવાની શરૂઆત કરી હતી અને આજે હવે તેઓએ શહેરમાં પ્રાઇમ લૉકેશનો ઉપર બે દુકાનો શરૂ કરી દઇને અમદાવાદીઓને ટર્કીશ મિઠાઇઓનું ઘેલું લગાડ્યું છે.     ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી  ‘ખાઇ પીને મોજ’ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો - પૂજા સાંગાણી)

09 September, 2022 04:20 IST | Mumbai

વિડિઓઝ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: ભારતમાં બનાવેલા ઘટકો સાથે 1100 ટનનો પુલ તૈયાર થયો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: ભારતમાં બનાવેલા ઘટકો સાથે 1100 ટનનો પુલ તૈયાર થયો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ છે અને તેનું નિરીક્ષણ કરવા માટે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 માર્ચે અમદાવાદ રેલવે સ્ટેશન પુનઃવિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. અમદાવાદમાં રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે NH 48 પર સ્ટીલ બ્રિજ ઇન્સ્ટોલેશન સાઇટની મુલાકાત લીધી. તેમણે કહ્યું, "બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સમાં, ઘણી જગ્યાએ કોઈ પ્રકારનું અનોખું બાંધકામ હોય છે. આ પુલ 1100 ટનથી વધુ વજનનો છે. તેના ઘણા વિશિષ્ટ ઘટકો ભારતમાં બનાવેલા છે, અને ઘણા ઘટકો ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીં કામ કરતી ટીમ પુલ નિર્માણની નિષ્ણાત છે - આ તે ટીમ છે જેણે અંજી અને ચેનાબ પુલમાં કામ કર્યું છે."

01 March, 2025 05:00 IST | Ahmedabad
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ 29 ઓગસ્ટના રોજ ગુજરાતના જામનગરમાં ફાયર વિભાગ સાથે બેઠક યોજી હતી. તેમણે પૂર પ્રભાવિત વિસ્તાર અને સ્મશાન ભૂમિની પણ મુલાકાત લીધી હતી. દરમિયાન ભારતીય હવામાન વિભાગે પણ આજે રાજ્યમાં વધુ વરસાદની આગાહી કરી છે.

30 August, 2024 06:44 IST | Ahmedabad
સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી

સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સમગ્ર દક્ષિણ એશિયામાં ભારે ચોમાસાના વરસાદે સતત વિનાશ વેર્યો હોવાથી ગુજરાતના ભાગોમાં ગંભીર પૂરના કારણે શેરીઓ અને ઘરો ડૂબી ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પૂરના કારણે 20,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાની સહાયથી, રાજ્યભરમાં મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 23,871 લોકોને ખસેડવામાં આવ્યા છે અને 1,696 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે 15 નદીઓ, 21 સરોવરો અને વિવિધ જળાશયો ઓવરફ્લો થયા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જામનગર અને દેવભૂમિ દ્વારકા ખંભાળિયા વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે હવાઈ સર્વે પણ કર્યો હતો.

30 August, 2024 06:34 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK