Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મમતાદીદીને છોડ્યા પછી યુસુફ પઠાણને ગુજરાત સરકારની ગિફ્ટ, સસ્તા દરે મળશે જમીન

મમતાદીદીને છોડ્યા પછી યુસુફ પઠાણને ગુજરાત સરકારની ગિફ્ટ, સસ્તા દરે મળશે જમીન

Published : 21 October, 2026 08:26 PM | IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત સરકારે વડોદરામાં સંસદસભ્ય યુસુફ પઠાણને લાંબા સમયથી વિવાદમાં રહેલો ૯૭૮ ચોરસમીટરનો પ્લૉટ ફાળવવાની મંજૂરી આપી છે. આ પ્લૉટની માર્કેટવૅલ્યુ અંદાજે ૨૦.૫૩ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

યુસુફ પઠાણ

યુસુફ પઠાણ


ગુજરાત સરકારે વડોદરામાં સંસદસભ્ય યુસુફ પઠાણને લાંબા સમયથી વિવાદમાં રહેલો ૯૭૮ ચોરસમીટરનો પ્લૉટ ફાળવવાની મંજૂરી આપી છે. આ પ્લૉટની માર્કેટવૅલ્યુ અંદાજે ૨૦.૫૩ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આમાં ૫૦૦ ચોરસમીટર જમીનને રેસિડેન્શિયલ વપરાશ માટે ગિફ્ટ આપવામાં આવશે, જે મફત હશે. એની કિંમત ૧૦.૫૦ કરોડ રૂપિયા છે. બાકીના ૪૭૮ ચોરસ મીટર માટે પ્લૉટની કિંમતના પંચાવન ટકા અથવા આશરે ૫.૫૨ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની જરૂર પડશે. એમાં માર્કેટવૅલ્યુના ૪૫ ટકા કન્સેશન આપવામાં આવશે.
ગુજરાત સરકાર અને યુસુફ પઠાણ વચ્ચે આ જમીન બાબતે છેલ્લાં ૧૪ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. વડોદરા સુધરાઈના કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ દરખાસ્તને કૉર્પોરેશનની સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. 
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બૅનરજીના પરાજય બાદ યુસુફ પઠાણ ૧૪ જૂને તૃણમૂલ કૉન્ગ્રેસ છોડીને નૅશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (NCPI)માં જોડાયો હતો. તેની સાથે ૧૯ અન્ય સંસદસભ્યોએ પણ પાર્ટી છોડી દીધી હતી. એના લગભગ બે મહિના બાદ ઑગસ્ટમાં સુધરાઈને આ પ્લૉટ સંદર્ભમાં મંજૂરી મળી હતી. આ પહેલાં યુસુફ પઠાણે ગુજરાત સરકાર વિરુદ્ધ કરેલી અપીલ પાછી ખેંચી લીધી હતી.

કેટલો જૂનો છે આ વિવાદ?
આ વિવાદ ૨૦૧૨નો છે. એ સમયે યુસુફ પઠાણે તેના ઘરની બાજુનો પ્લૉટ સિક્યૉરિટી કારણોસર ૯૯ વર્ષની લીઝ માટે માગ્યો હતો. વડોદરા સુધરાઈએ પબ્લિક ઑક્શન વિના આ પ્લૉટ ફાળવવાની મંજૂરી આપી હતી, પણ શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્તને ફગાવી દીધી હતી. વડોદરા સુધરાઈનો દાવો છે કે દરખાસ્ત ફગાવી દેવામાં આવવા છતાં પઠાણે પ્લૉટ પર કબજો કર્યો હતો. ૨૦૨૪ના જૂનમાં યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી જીતી લીધા બાદ વડોદરા સુધરાઈએ તેને પ્લૉટ પરનું અતિક્રમણ હટાવવા નોટિસ આપી હતી. આના વિરોધમાં યુસુફ પઠાણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 08:26 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK