Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેરુળનાં મૅન્ગ્રોવ્ઝમાં બ્રૅન્ડેડ દૂધ-દહીંનાં પૅકેટો ફેંકાયેલાં મળ્યાં:FDAનો ડર?

નેરુળનાં મૅન્ગ્રોવ્ઝમાં બ્રૅન્ડેડ દૂધ-દહીંનાં પૅકેટો ફેંકાયેલાં મળ્યાં:FDAનો ડર?

Published : 21 October, 2026 05:18 PM | Modified : 21 October, 2026 08:52 PM | IST | Nerul
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેરુળના પર્યાવરણીય રીતે સંવેદનશીલ મૅન્ગ્રોવ્ઝ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમ્યાન એન્વાયર્નમેન્ટ લાઇફ ફાઉન્ડેશનના સ્વયંસેવકોને બ્રૅન્ડેડ દૂધ અને દહીંનાં આશરે ૧૦૦ જેટલાં પૅકેટો ફેંકાયેલાં મળ્યાં હતાં.

મૅન્ગ્રોવ્ઝ વિસ્તારમાં દૂધ અને દહીંનાં પૅકેટો

મૅન્ગ્રોવ્ઝ વિસ્તારમાં દૂધ અને દહીંનાં પૅકેટો


નેરુળના પર્યાવરણીય રીતે સંવેદનશીલ મૅન્ગ્રોવ્ઝ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમ્યાન એન્વાયર્નમેન્ટ લાઇફ ફાઉન્ડેશનના સ્વયંસેવકોને બ્રૅન્ડેડ દૂધ અને દહીંનાં આશરે ૧૦૦ જેટલાં પૅકેટો ફેંકાયેલાં મળ્યાં હતાં. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી ચાલી રહી છે ત્યારે FDAની તપાસ અને જપ્તીથી બચવા માટે આ એક્સપાયર્ડ કે મિલાવટી પ્રોડક્ટ્સ ફેંકી દેવાઈ હોવાની આશંકા છે. ફાઉન્ડેશનના સ્થાપક ધર્મેશ બારાઈએ મુખ્ય બ્રૅન્ડ્સને એક્સ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પૉન્સિબિલિટી (EPR)નું પાલન કરવાની અને ગ્રાહકોને કચરો યોગ્ય જગ્યાએ નાખવાની અપીલ કરી છે. હાલ આ વિશે વધુ તપાસ બાકી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 08:52 PM IST | Nerul | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK