૧૨ એકર જમીન ફાળવવામાં આવી : મંદિરના નિર્માણ માટે ૫૧ શક્તિપીઠોમાંથી જળ અને માટીનો ઉપયોગ કરવામાં આવશે
બિહારના સીતામઢીમાં સીતામાતાના પ્રાકટ્યસ્થળમાં મા જાનકીનું ભવ્ય મંદિર
અયોધ્યામાં રામ મંદિરની જેમ બિહારના સીતામઢીમાં સીતામાતાના પ્રાકટ્યસ્થળમાં મા જાનકીનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ મંદિર માટે ૧૨ એકર જમીન પણ ફાળવવામાં આવી છે. આ મંદિરના નિર્માણમાં ૫૧ શક્તિપીઠોમાંથી જળ અને માટી લાવવામાં આવશે અને એનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ મંદિરમાં હનુમાનજીની ૧૦૮ ફુટ ઊંચી પ્રતિમા પણ લગાવવામાં આવશે. બિહાર સરકારે રામાયણ રિસર્ચ કાઉન્સિલને જમીન ફાળવી છે. અયોધ્યામાં રામ મંદિર બનાવનારા આર્કિટેક્ટ આશિષ સોમપુરા આ મંદિરનું મૉડલ તૈયાર કરશે.

