Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Government on Health Drinks: …તો શું બોર્નવિટા હેલ્ધી ડ્રિંક નથી? સરકારે આ તમામ પીણાંઓ અંગે જારી કરી મોટી વાત!

Government on Health Drinks: …તો શું બોર્નવિટા હેલ્ધી ડ્રિંક નથી? સરકારે આ તમામ પીણાંઓ અંગે જારી કરી મોટી વાત!

Published : 13 April, 2024 04:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Government on Health Drinks: ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટા સહિતના તમામ પીણાંને હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાંથી દૂર કરી નાખવા આદેશ આપવામાં આવ્યો છે.

પીણાંની પ્રતીકાત્મક ફાઇલ તસ્વીર

પીણાંની પ્રતીકાત્મક ફાઇલ તસ્વીર


કી હાઇલાઇટ્સ

  1. `હેલ્થ ડ્રિંક્સ/એનર્જી ડ્રિંક્સ` કેટેગરીમાંથી આવા પીણાંને દૂર કરવાની સલાહ અપાઈ
  2. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ પત્ર લખીને જણાવ્યું હતું
  3. વર્તમાન એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક માર્કેટનું કદ ડોલર 4.7 બિલિયન છે

સરકાર દ્વારા ઈ-કોમર્સ કંપનીઓને તાજેતરમાં જ મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ મુજબ સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટા સહિતના તમામ પીણાંને હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાંથી દૂર કરી નાખવા આદેશ (Government on Health Drinks) ફરમાવ્યો છે. તમને જણાવી દઈએ કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ બાબતે એક સૂચના જારી કરી હતી.

FSSAIએ તમામ ઈ-કોમર્સ સાઇટ્સને આ અંગે ચેતવણી આપી છે કે ખોટા શબ્દોનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકવામાં આવી શકે છે. તેથી તમામ ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને `હેલ્થ ડ્રિંક્સ/એનર્જી ડ્રિંક્સ` કેટેગરીમાંથી આવા પીણાંને દૂર કરીને અથવા અલગ કરીને સુધારા કરવાની સલાહ (Government on Health Drinks) આપી છે. 



શા માટે બોર્નવિટા સહિતનાં પીણાંઓને આ કેટેગરીમાંથી દૂર કરવા કહ્યું?


નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા તાજેતરમાં જ એક તપાસ કરવામાં આવી હતી અને આ જ તપાસમાં જાણવા મળ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ `હેલ્થ ડ્રિંક્સ`ની કોઈ વ્યાખ્યા થતી નથી.

તમને ખ્યાલ આવે કે NCPCR દ્વારા એક પત્ર સુદ્ધાં લખવામાં આવ્યો હતો અને તેમ બોર્નવિટા જેવા તમામ હેલ્થ ડ્રિંકને બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક દર્શાવવામાં આવ્યા (Government on Health Drinks) હતા. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના તપાસ રિપોર્ટ બાદ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)એ પત્ર લખીને એડવાઈઝરી જારી કરી છે. હવે ઈ-કોમર્સ કંપનીઓ અને વેબસાઈટને તેમના પ્લેટફોર્મ પરથી `હેલ્થ ડ્રિંક્સ`ની કેટેગરીમાંથી બોર્નવિટા સહિતના પીણાંઓને દૂર કરી દેવાની સલાહ આપવામાં આવે છે.


હવે નિયમનકારી સંસ્થાએ કહ્યું કે આ સૂચનાઓનો ઉદ્દેશ્ય સુધારાત્મક પગલાં દ્વારા ઉત્પાદનોની પ્રકૃતિ અને ગુણવત્તામાં સ્પષ્ટતા અને સુધારણા વધારવાનો છે. જેથી કરીને કોઈ ભ્રામક માહિતી ગ્રાહકો સુધી ન પહોંચે અને લોકો સારો વિકલ્પ પસંદ કરી શકે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ તમામ ઈ-કોમર્સ કંપનીઓને માત્ર આ પીણાંઑ જ નહી પરંતુ ડેરી, અનાજ અથવા માલ્ટ આધારિત પીણાંને પણ `હેલ્થ ડ્રિંક્સ` અથવા `એનર્જી ડ્રિંક્સ` તરીકેનું લેબલ ન ચોંટાડવા માટેનો નિર્દેશ જારી કર્યો હતો. આ પાછળ અન્ય કોઈ નહીં પણ એ જ કારણ છે કે દેશના ખાદ્ય કાયદાઓમાં `હેલ્થ ડ્રિંક્સ` શબ્દને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી અને `એનર્જી ડ્રિંક્સ`ને કાયદા હેઠળ ખાસ કરીને કાર્બોનેટેડ અને નોન-કાર્બોનેટેડ બંને પ્રકારના ફ્લેવર્ડ વોટર-બેઝ્ડ ડ્રિંક્સ તરીકે ગણવામાં આવે છે.

જાણો, એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંકનું માર્કેટ કેટલું વિસ્તરેલું છે? 

Government on Health Drinks: બજારના અભ્યાસ મુજબ વર્તમાન એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક માર્કેટનું કદ ડોલર 4.7 બિલિયન છે અને 2028 સુધીમાં 5.71 ટકાના CAGR પર વૃદ્ધિ થશે તેવી સંભાવના છે. આ રીતે કહી શકીએ કે એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક માર્કેટ વ્યાપકપણે વિસ્તરેલું છે.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2024 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK