Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફારુક રાતે મોદી-શાહને મળે છે? : ગુલામ નબી આઝાદ બોલ્યા ને પછી તરત જ ફેરવી પણ તોળ્યું

ફારુક રાતે મોદી-શાહને મળે છે? : ગુલામ નબી આઝાદ બોલ્યા ને પછી તરત જ ફેરવી પણ તોળ્યું

20 February, 2024 09:55 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે ફારુક અબદુલ્લાએ આ નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ફારુક અબદુલ્લાએ કહ્યું કે આઝાદ સાહેબ, મેં ક્યારેય તમારા વિરુદ્ધ નિવેદન આપ્યું નથી

ગુલામ નબી આઝાદ

ગુલામ નબી આઝાદ


નવી દિલ્હી : પોતાની રાજકીય કારકિર્દી દરમ્યાન દાયકાઓ સુધી કૉન્ગ્રેસમાં રહેલા અને હવે જમ્મુ-કાશ્મીરમાં પોતાની અલગ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી સ્થાપનાર ગુલામ નબી આઝાદે નૅશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ફારુક અબદુલ્લા રાતે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને મળે છે. તેઓ સાથે સીક્રેટ મીટિંગ કરે છે. 

હવે ફારુક અબદુલ્લાએ આ નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ફારુક અબદુલ્લાએ કહ્યું કે આઝાદ સાહેબ, મેં ક્યારેય તમારા વિરુદ્ધ નિવેદન આપ્યું નથી. જો મારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અથવા અમિત શાહને મળવું હોય તો દિવસે મળીશ, રાતે કેમ મળું? તેમણે એ દિવસ યાદ રાખવો જોઈએ કે જ્યારે કોઈ ઇચ્છતું નહોતું કે તેઓને રાજ્યસભાની સીટ મળે ત્યારે મેં તેમને રાજ્યસભાની સીટ આપી હતી, પણ આજે તેઓ આ બધું કહી રહ્યા છે. તેમણે પોતાના એજન્ટ્સનું નામ જણાવવું જોઈએ, જે પીએમ અને અમિત શાહના ઘરે ત્યારે બેઠા હતા કે જ્યારે હું તેઓને મળવા ગયો હતો. લોકોને આ વિશે જણાવવું જોઈએ કે જેથી સત્ય જાણી શકે.’



જોકે ફારુકના નિવેદન પછી ગુલામ નબી આઝાદે ગુલાંટ મારી હતી અને કહ્યું હતું કે હું આવું કશું બોલ્યો જ નથી.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2024 09:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK