Gas Cylinder Prices : 1લી ઓકટોબરથી જ દેશમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આજે 1લી ઓકટોબર છે. નવો મહિનો શરૂ થતાં જ દેશમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારોને કરને સામાન્ય લોકોના જીવન પર પણ અસર પડી જ શકે છે. આ ફેરફારો કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Gas Cylinder Pricer)ની કિંમતને લઈને હોય કે પછી આંતરરાષ્ટ્રીય ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડના ટેક્સ પર હોય આ વિશે માહિતી મેળવવી જરૂરી છે.
કોમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ઓઈલ કંપનીઓએ ઓક્ટોબરના પ્રથમ દિવસે જ મોટો ઝટકો આપ્યો છે. તહેવારોની સીઝન વચ્ચે એલપીજી સિલિન્ડર (Gas Cylinder Pricer)ની કિંમતમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ વધારો 19KG કોમર્શિયલ સિલિન્ડર (Gas Cylinder Pricer)માં કરવામાં આવ્યો છે, ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતો યથાવત રહેશે. હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1731.50 રૂપિયામાં મળશે.
ADVERTISEMENT
દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તે હવે 1522.50 રૂપિયાની જગ્યાએ 1731.50 રૂપિયામાં મળશે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Gas Cylinder Pricer) 1636 રૂપિયાના બદલે 1839.50 રૂપિયા હશે. મુંબઈમાં 1482 રૂપિયાના બદલે 1684 રૂપિયા અને ચેન્નાઈમાં 1695 રૂપિયાના બદલે 1898 રૂપિયામાં ગૅસ મળશે.
આધાર વગેરે માટે હવે બર્થ સર્ટિફિકેટ રહેશે માન્ય
1 ઓક્ટોબરથી જ જે ફેરફારો થયા છે તેમાં મહત્વના દસ્તાવેજો માટે હવે બર્થ સર્ટિફિકેટનું મહત્વ વધી ગયું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બર્થ સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. હવેથી શાળા પ્રવેશ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID, લગ્ન નોંધણી, સરકારી નોકરી, પાસપોર્ટ અને આધાર સહિત અન્ય મહત્વના કામકાજ માટે બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં આવશે.
ટાટાના કોમર્શિયલના વાહનોની કિમંતમાં થયો વધારો
1લી ઓટકોબરથી જ જે કિંમતો વધી રહી છે તેમાં ટાટા મોટર્સના વાહનો પણ આવી જાય છે. ટાટાએ કોમર્શિયલ વાહનોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ તેમની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેમણે કોમર્શિયલ વાહનોના વિવિધ મોડલ અને વેરિઅન્ટની કિંમતોમાં સરેરાશ 3%નો વધારો થયો છે.
ડીમેટ ખાતાને લઈને થયા છે આ ફેરફાર
હવે SEBIએ ટ્રેડિંગ એકાઉન્ટ્સ, ડીમેટ એકાઉન્ટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નોમિનેશનની તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારીને 31 ડિસેમ્બર કરી છે. અગાઉ જો કોઈ નોમિનેશન ન હોય તો, એવું કહેવામાં આવતું હતું કે 1 ઓક્ટોબરથી ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે. જોકે, હવે 31 ડિસેમ્બર સુધીમાં નોમિનેશન પૂર્ણ કરવા માટે તારીખ લંબાવી છે.
વિદેશમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગ પર ટેક્સમાં વધારો
આજથી વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો મોંઘો થયો છે. આ નાણાકીય વર્ષમાં આંતરરાષ્ટ્રીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા જો 7 લાખ રૂપિયા સુધીના ખર્ચ હશે તો તેની પર 20% TCS લાગશે નહીં પરંતુ જો કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસ દરમિયાન નાણાકીય વર્ષમાં 8 લાખ રૂપિયાનું કાર્ડ પેમેન્ટ કરે છે, તો તેમણે 20% TDS એટલે કે આખી રકમ પર 1.6 લાખ રૂપિયા ભરવા પડશે.


