એસબીઆઇ રિસર્ચે એક નોટમાં જણાવ્યું છે કે ૨૦૪૭ સુધીમાં ભારતની પ્રતિ વ્યક્તિ ઇન્કમ પાંચ ગણી વધશે અને આઇટી રિટર્ન દાખલ કરનારા લોકોની સંખ્યા ૫૮૮ ટકા વધારે હશે.
પ્રતીકાત્મક તસવીર
૧૬થી ૧૮ વર્ષના કિશોરો વચ્ચેના શારીરિક સંબંધને અપરાધ ન ગણવાના મામલે સુપ્રીમે માગ્યો કેન્દ્રનો જવાબ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે એક જાહેર જનહિતની અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. આ અરજીમાં બળાત્કાર સંબંધિત કાયદાની કાયદેસરતાને પડકારવામાં આવી છે, જે ૧૬થી ૧૮ વર્ષ વચ્ચેના કિશોરો વચ્ચે સંમતિથી શારીરિક સંબંધને એ આધારે અપરાધ જાહેર કરે છે કે એને માટે તેમની સંમતિ કાયદાકીય રીતે અમાન્ય છે. અદાલતે ઍડ્વોકેટ હર્ષ વિભોર સિંઘલ દ્વારા કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી કરી હતી.
ADVERTISEMENT
બૅન્કો લોનધારકો પાસેથી યોગ્ય ફી વસૂલે એ માટે રિઝર્વ બૅન્કે ગાઇડલાઇન્સ ઇશ્યુ કરી
નવી દિલ્હી ઃ રિઝર્વ બૅન્કે કમર્શિયલ અને અન્ય બૅન્કો, એનબીએફસી અને અન્ય લૅન્ડર્સ જેવી રેગ્યુલેટેડ એન્ટિટીઝને પીનલ ઇન્ટરેસ્ટ જાહેર કરવામાં ટ્રાન્સપરન્સી અને વાજબીપણાની ખાતરી કરવા માટે નવી ગાઇડલાઇન્સ ઇશ્યુ કરી છે. લોકો જ્યારે લોનની શરતોનું પાલન ન કરે ત્યારે બૅન્કો કેવી રીતે એક્સ્ટ્રા ફી વસૂલી શકે છે એ માટેના રૂલ્સ બહાર પાડ્યા છે. આ એક્સ્ટ્રા ફીને પીનલ ચાર્જ કહેવામાં આવે છે. રિઝર્વ બૅન્ક (આરબીઆઇ) ખાતરી કરવા માગે છે કે આ ફી યોગ્ય અને સ્પષ્ટ રહે. એ વધારે રૂપિયા કમાવાનો માર્ગ ન બને. કેટલીક બૅન્કો નૉર્મલ વ્યાજ સિવાય ખૂબ વધારે ફી લે છે, જ્યારે કેટલીક બૅન્કો લોનના રૂલ્સ ફૉલો કરતી નથી. આરબીઆઇ એ બંધ થાય અને ફી વાજબી રહે એની ખાતરી કરવા ઇચ્છે છે.
૨૦૪૭ સુધી ભારતની પ્રતિ વ્યક્તિ ઇન્કમ પાંચ ગણી વધશે: એસબીઆઇ રિસર્ચ
નવી દિલ્હી ઃ એસબીઆઇ રિસર્ચે એક નોટમાં જણાવ્યું છે કે ૨૦૪૭ સુધીમાં ભારતની પ્રતિ વ્યક્તિ ઇન્કમ પાંચ ગણી વધશે અને આઇટી રિટર્ન દાખલ કરનારા લોકોની સંખ્યા ૫૮૮ ટકા વધારે હશે. આ ગ્રોથ ગ્રેટ ઇન્ડિયન મિડલ ઇન્કમ ક્લાસથી ઇન્સ્પાયર રહેશે, જેમાં ૨૦૪૭માં સમાપ્ત થનારા નાણાકીય વર્ષ સુધીમાં ૨૫ ટકા કરદાતાઓ મિનિમમ ઇન્કમ ગ્રુપથી મધ્યમ કે ઉચ્ચ ઇન્કમ ગ્રુપમાં જવાની શક્યતા છે. દેશમાં મધ્યમ ઇન્કમ વર્ગની સાઇઝ સતત વધી રહી છે. એસબીઆઇના રિસર્ચ અનુસાર ૨૦૪૭ સુધી ઇન્કમ ટૅક્સ રિટર્ન દાખલ કરનારાઓની સંખ્યા ૫૮૮ ટકા વધીને ૪૮.૨ કરોડ થવાની શક્યતા છે.
મણિપુરમાં ફરી હિંસાની આગ ફેલાઈ, ૩નાં મોત
ઇમ્ફાલ (પી.ટી.આઇ.)ઃ સમુદાયો વચ્ચેની લડાઈની આગમાં સળગી રહેલા મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. ઉખરુલ જિલ્લાના કુકી થોવઈ ગામમાં ગઈ કાલે ભારે ગોળીબારના પગલે ત્રણ યુવાનોના મૃતદેહો ખરાબ હાલતમાં મળ્યા હતા. ગોળીબારના અવાજ બાદ પોલીસને આસપાસનાં ગામો અને જંગલ વિસ્તારમાં શોધ કર્યા બાદ ૨૪થી ૩૫ વર્ષ વચ્ચેની વયના ત્રણ યુવાનોના મૃતદેહ મળ્યા હતા. આ મૃતદેહો પર ઇન્જરીનાં નિશાન હતાં, જે ધારદાર છરાના હોય એમ જણાય છે અને તેમનાં અંગો પણ કાપવામાં આવ્યાં હતાં. આ રાજ્ય ત્રીજી મેથી હિંસાની આગમાં સળગી રહ્યું છે, જેમાં ૧૨૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
દુનિયાના આરોગ્યની સંભાળ માટે મંથન
ગાંધીનગરમાં ગઈ કાલે G20 સંગઠનના સભ્ય-દેશોના આરોગ્ય પ્રધાનોની મીટિંગમાં સંબોધી રહેલા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના મહાસચિવ ટેડ્રોસ અઘનોમ ઘેબ્રેયસસ. એમાં દુનિયાના આરોગ્યની સંભાળ માટે મંથન કરાયું હતું.
સુરતમાં શ્રાવણ મહિના નિમિત્તે કંથેરિયા હનુમાન મંદિરના સભ્યોએ રુદ્રાક્ષના મણકામાંથી શિવલિંગ તૈયાર કર્યું હતું. આ શિવલિંગની ઊંચાઈ પાંચ ફૂટ છે. એનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.


