Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે ફોર્સ-1 કમાન્ડો યુનિટ મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરિઝમ સ્ક્વૉડ હેઠળ કામ કરશે

હવે ફોર્સ-1 કમાન્ડો યુનિટ મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરિઝમ સ્ક્વૉડ હેઠળ કામ કરશે

Published : 18 November, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે ફોર્સ-1નો બધો જ કારભાર મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)ને સોંપી દેતાં ફોર્સ-1 હવે ATS હેઠળ કાર્યરત રહેશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


26/11ના આતંકવાદી હુમલા બાદ મુંબઈ પર આતંકવાદીઓ ફરી ત્રાટકે તો નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્‍સ (NSG) કે પછી બાકી સ્પેશ્યલ કમાન્ડો ફોર્સ પહોંચે એની રાહ ન જોવી પડે એ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિશેષ ઍન્ટિ-ટેરરિઝમ કમાન્ડો યુનિટ તૈયાર કરી હતી જેને ફોર્સ-1 નામ આપવામાં આવ્યું હતું. હવે ફોર્સ-1નો બધો જ કારભાર મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)ને સોંપી દેતાં ફોર્સ-1 હવે ATS હેઠળ કાર્યરત રહેશે.

કાઉન્ટર ટેરરિઝમ ઑપરેશન દરમ્યાન આ બન્ને સુરક્ષાસંસ્થા વચ્ચે સુમેળ જળવાઈ રહે અને ઝડપી નિર્ણયો લઈ શકાય એ માટે બન્ને સંસ્થાને એક જ કમાન્ડ હેઠળ મૂકવાનો નિર્ણય ગૃહ ખાતાએ લીધો છે. હવે આ બન્ને સંસ્થા એક જ ઑફિસરના કમાન્ડ હેઠળ રહેશે. આ પહેલાં ફોર્સ-1 યુનિટ ઍડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) રૅન્કના ઑફિસર હેઠળ કામ કરતી હતી. હવે એ ATSની સાથે કામ કરશે અને એનું હેડક્વૉર્ટર મુંબઈમાં રહેશે.



ATS અને ફોર્સ-1નું કામ લગભગ એક જેવું છે અને એમણે આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કામ કરવાનું હોય છે. બન્નેની જવાબદારીઓ એક જેવી જ છે. જોકે આ બન્ને સંસ્થા જુદા-જુદા સિનિયર ઑફિસર્સ હેઠળ હોઈ કાઉન્ટર-ટેરરિઝમ ઑપરેશન દરમ્યાન એક સંયુક્ત નેતૃત્વ હેઠળ કામ કરે એ જરૂરી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ગૃહ ખાતાએ જણાવ્યું હતું. આ માટેનો ગવર્નમેન્ટ રેઝૉલ્યુશન (GR) સોમવારે જ બહાર પાડવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK