Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીને જીભ પર રાખવી પડશે લગામ, ચૂંટણી પંચે એડવાઈઝરી કરી જાહેર

ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીને જીભ પર રાખવી પડશે લગામ, ચૂંટણી પંચે એડવાઈઝરી કરી જાહેર

06 March, 2024 08:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના મામલામાં દિલ્હી હાઈકોર્ટના આદેશ પર વિચાર કર્યા બાદ ચૂંટણી પંચે રાહુલ ગાંધી વિરુદ્ધ એડવાઈઝરી (Advisory Against Rahul Gandhi) જારી કરી છે.

રાહુલ ગાંંધી

રાહુલ ગાંંધી


કી હાઇલાઇટ્સ

  1. લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી હંગામા વચ્ચે રાહુલ ગાંધીને લાગ્યો ફટકો
  2. ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે જાહેર કરી એડવાઈઝરી
  3. હવે ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ રહેવું પડશે સાવધ

Advisory Against Rahul Gandhi: લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી હંગામા વચ્ચે ભારતના ચૂંટણી પંચે રાહુલ ગાંધીને લઈને એડવાઈઝરી જારી કરી છે. જેમાં ચૂંટણી પંચે તેમને ભવિષ્યમાં વધુ સાવધ રહેવાની સલાહ આપી છે. આયોગે દિલ્હી હાઈકોર્ટના આદેશ અને પીએમ મોદી વિરુદ્ધ નિવેદનો અને ટિપ્પણીઓ સંબંધિત મામલામાં રાહુલ ગાંધીના જવાબો અને અન્ય તથ્યોને ધ્યાનમાં લીધા બાદ આ એડવાઈઝરી (Advisory Against Rahul Gandhi) જારી કરી છે.

રાહુલે પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી



સભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું - PM એટલે `પનૌતી મોદી`. વર્લ્ડકપની ફાઈનલ મેચનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે અમારા છોકરાઓ વર્લ્ડ કપ સુંદર રીતે જીતી રહ્યા હતા, પરંતુ, તેઓનો પરાજય થયો હતો.


આ સિવાય રાહુલ ગાંધી દરેક મીટિંગમાં ખિસ્સા કાતરુની વાર્તા કહેતા હોય છે, જેના અંગે નોટિસ આપવામાં આવી છે. કહેવાય છે કે ત્રણ લોકો ખિસ્સા કાતરુ કરવા આવે છે. એક વ્યક્તિ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. તો બીજો પાછળથી ખિસ્સું કાપે છે.જ્યારે ત્રીજો જોઈ રહ્યો હોય છે અને હુમલો કરવાની તૈયારીમાં હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા છે જે ખિસ્સાકાતરુની જેમ ધ્યાન હટાવે છે. ખિસ્સા ઉપાડનાર અદાણી છે અને લાકડીઓ મારનાર અમિત શાહ છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં બનાસ ડેરી પ્લાન્ટ સહિત ૧૦,૯૭૨ કરોડ રૂપિયાના વિકાસ-પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું અને એક ડઝનથી વધુ પ્રોજક્ટની શિલારોપણવિધિ કરી હતી.વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે પોતાના પ્રવચનમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને આડા હાથે લીધા હતા કે જેઓ હાલ ભારત જોડો ન્યાય યાત્રા સાથે વારાણસી પહોંચ્યા હતા.રાહુલ ગાંધીનાં નિવેદનો પર મોદીએ જણાવ્યું હતું કે જેના ખુદના હોશનું ઠેકાણું નથી તેઓ મારાં કાશીનાં બાળકોને નશાખોર કહી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે યુપીના યુવાનો યુપીને વિકસિત બનાવવામાં રચ્યાપચ્યા છે. ઇ​ન્ડિયા યુતિ દ્વારા યુપીના યુવાનોના અપમાનને ક્યારેય ભૂલવામાં નહીં આવશે. તેમના બળાપાનું એક ઑર કારણ પણ છે. તેમને કાશી અને અયોધ્યાનું નવું સ્વરૂપ જરાય ગમતું નથી. આથી જ તેઓ દરેક ચૂંટણીમાં સાથે આવે છે, પરંતુ પરિણામ આવે છે ત્યારે સન્નાટો વ્યાપી જાય છે અને તેઓ એકમેકને ગાળો આપતા અલગ થઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2024 08:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK