પ્રદૂષણની અસરઃ તાજ મહેલ પાસે રાખવામાં આવી એર પ્યૂરિફાયર વાન
તાજ મહેલ
ઉત્તર ભારતમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને જોતા તાજ મહેલને તેની પ્રતિકૂળ અસરથી બચાવવા માટે ત્યાં ખાસ એર પ્યૂરિફાયર વાન મુકવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ આ વાન મુકી છે. જેની ક્ષમતા 8 કલાકમાં 300 મીટરના વ્યાસમાં 15 લાખ ક્યૂબિક મીટર હવા સાફ કરવાની છે.
ઉત્તર પ્રદેશ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીએ કહ્યું કે, ખરાબ થતી જતી સ્થિતિ અને હવાની ગુણવત્તામાં થઈ રહેલા ઘટાડાને જોતા તાજ મહેલના પશ્ચિમી દરવાજા પર મોબાઈલ એર પ્યુરિફાયર વાન મુકવામાં આવી છે. આરસની આ અજાયબીની આસપાસ થતું પ્રદૂષણ લાંબા સમયથી ચિંતાનો વિષય બની રહ્યું છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે તેમણે ટેલિકોમ ઓપરેટર વોડાફોન-આઈડિયા સાથે કોર્પોરેટ અને સામાજિક જવાબદારી અંતર્ગત ભાગીદારી કરી છે અને શહેરમાં આવી બે વાન લાવવામાં આવી છે.
આ પણ જુઓઃ અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા
ADVERTISEMENT
આગ્રામાં આ વાન 24 ઑક્ટોબરે લાવવામાં આવી હતી. જે બાદ હવાની ઘટતી જતી ગુણવત્તાને જોતા તેને તાજ મહેલ પાસે મુકવામાં આવી છે. હાલ તાજ મહેલ પાસેની હવાની ગુણવત્તા માપવા માટે કોઈ સિસ્ટમ નથી, જેનાથી જાણી શકાય કે હવે કેટલી શુદ્ધ થઈ છે. જો કે સંજય પેલેસમાં એર ક્વૉલિટી ઈન્ડેક્ત 293 બતાવવામાં આવ્યો છે. જો એર ક્વૉલિટી ઈન્ડેક્સ 201 થી 300 વચ્ચે હોય તો તેને પૂઅર ગણવામાં આવે છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પરેશાની થઈ શકે છે. નવી દિલ્હીમાં તો સ્થિતિને જતા આરોગ્ય માટે કટોકટી જાહેર કરવામાં આવી છે.

