EAM Jaishankar meets Afghanistan FM Amir Khan Muttaqi: ભારતે અફઘાનિસ્તાન સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કર્યા છે અને કાબુલમાં દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી
નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન સમકક્ષ અમીર ખાન મુત્તાકી સાથેની મુલાકાત દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)
અફઘાનિસ્તાન (Afghanistan) ના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી (Amir Khan Muttaqi) ભારત (India) ની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર (Dr. S Jaishankar) સાથે મુલાકાત કરી. આ મુલાકાતને અશરફ ગની સરકારના પતનના ચાર વર્ષ પછી ભારત અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કના સૌથી મોટા સંકેત તરીકે જોવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન જયશંકરે કહ્યું કે તમારી મુલાકાત ભારત-અફઘાનિસ્તાન સંબંધોને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
ભારત (India)એ અફઘાનિસ્તાન સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કર્યા છે અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (Kabul) માં દૂતાવાસ ખોલવાની સત્તાવાર જાહેરાત કરી છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાન સાથે ભારતના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે, ભારતે કાબુલમાં તેના મિશનને "પૂર્ણ દૂતાવાસનો દરજ્જો" આપ્યો છે.
ADVERTISEMENT
અમીર ખાન મુતાકી (EAM Jaishankar meets Afghanistan FM Amir Khan Muttaqi) તાલિબાન (Taliban) શાસન હેઠળ નવી દિલ્હી (New Delhi) ની મુલાકાત લેનારા પ્રથમ અફઘાન વિદેશ પ્રધાન છે. મુતાકી સાથેની તેમની વાતચીત દરમિયાન, ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે કાબુલમાં દૂતાવાસ (India to reopen its embassy in capital Kabul) ખોલવા અંગે ચર્ચા કરી હતી. તાલિબાન શાસન અંગે ભારત સરકારે આ એક મોટો નિર્ણય લીધો છે.
શુક્રવારે સવારે, વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના અફઘાન સમકક્ષ અમીર ખાન મુત્તાકી સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન તેમણે કહ્યું, ‘ભારતે હંમેશા અફઘાનિસ્તાનને ટેકો આપ્યો છે. અફઘાન અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં, અફઘાન લોકોએ આતંકવાદ સામેની લડાઈમાં અમારું સમર્થન કર્યું. તેમણે પહેલગામ હુમલાની નિંદા કરી.’
ચાર વર્ષ પહેલાં, તાલિબાન અને તત્કાલીન અફઘાન સરકાર વચ્ચેની લડાઈ દરમિયાન, કાબુલ દૂતાવાસનું સ્તર ઘટાડી દેવામાં આવ્યું હતું. નાના શહેરોમાં કોન્સ્યુલેટ ઓફિસો પણ બંધ કરી દેવામાં આવી હતી. આ અંગે, વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના અફઘાન સમકક્ષ, અમીર ખાન મુત્તાકીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. ભારત કાબુલમાં તેના "ટેકનિકલ મિશન" ને સંપૂર્ણ દૂતાવાસનો દરજ્જો પણ આપશે.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં હિંસા બાદ, ભારત સરકારે દૂતાવાસના કર્મચારીઓને ભારત પાછા લાવવા માટે લશ્કરી વિમાનો તૈનાત કર્યા હતા. 15 ઓગસ્ટના અંતમાં અને 16 ઓગસ્ટની શરૂઆતમાં બે C-17 પરિવહન વિમાનોએ ઉડાન ભરી હતી. જોકે, હિંસાના એક મહિના પછી ભારતે કાબુલમાં તેની રાજદ્વારી હાજરી ફરી શરૂ કરી હતી. આ સમય દરમિયાન, તાલિબાન અધિકારીઓએ જણાવ્યું હતું કે જો ભારત તેના અધિકારીઓને અફઘાનિસ્તાનની રાજધાનીમાં પરત મોકલશે તો તે પૂરતી સુરક્ષા પૂરી પાડશે. અફઘાનિસ્તાન સાથેના સંબંધોમાં હવે નોંધપાત્ર સુધારો થયો છે.


