Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તમને ખબર છે કે નિર્મલા સિતારમણનો જમાઇ ગુજરાતી છે! જાણો PMOમાં શું કામ કરે છે...

તમને ખબર છે કે નિર્મલા સિતારમણનો જમાઇ ગુજરાતી છે! જાણો PMOમાં શું કામ કરે છે...

09 June, 2023 12:03 PM IST | Bengaluru
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ની પુત્રી પરકલા વાંગમયી(Nirmala Sitharaman Daughter Prakala)ના લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે થયા હતા. ત્યારે ચર્ચા થઈ રહી છે કે આખરે કોણ છે નિર્મલા સીતારમણને જમાઈ?

નિર્મલા સીતારમણની દીકરીના સાદગીભર્યા લગ્ન

નિર્મલા સીતારમણની દીકરીના સાદગીભર્યા લગ્ન


નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ની પુત્રી પરકલા વાંગમયી(Nirmala Sitharaman Daughter Prakala)ના લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે થયા હતા. 7 જૂને લગ્ન કરનાર પરકાલાએ બેંગ્લોરની એક હોટલમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. આ દરમિયાન એક પણ VIP કે રાજકીય હસ્તી હાજર ન હતી. તેમની પુત્રીના લગ્ન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકો લખી રહ્યા છે કે તેણે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ તોડી નાખ્યો છે.


સીતારામણની પુત્રી પરકલા અને પ્રતિક દોષી (Pratik Doshi)ના લગ્ન ઉડુપી અદમારુ મઠના સંતોની હાજરીમાં બ્રાહ્મણ પરંપરા મુજબ થયા હતા. આ ખાસ પ્રસંગ માટે, પરકાલાએ ગુલાબી સાડી પહેરી હતી અને તેને લીલા બ્લાઉઝ સાથે જોડી હતી. વર પ્રતિકે સફેદ પંચ અને શાલ પહેરી હતી. નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)એ આ ખાસ અવસર પર મોલાકલામારુ સાડી પહેરી હતી. પરંતુ આ આખા અવસર વચ્ચે નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ના જમાઈ કોણ છે એવી ચર્ચા થઈ રહી છે. તો આવો જાણીએ નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ છે કોણ? મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નાણામંત્રી(Nirmala Sitharaman)ની પુત્રી વાંગમયી મિન્ટ લાઉન્જના બુક્સ એન્ડ કલ્ચર વિભાગમાં ફીચર રાઈટર તરીકે કામ કરે છે. અને જમાઈ પ્રતીક 2014થી પીએમઓ સાથે જોડાયેલા છે. મહત્વની વાત એ છે કે નિર્મલા સીતારમણના જમાઈ ગુજરાતી છે. મૂળ ગુજરાતના પ્રતીક દોશી (Nirmala Sitharaman son in law Pratik Doshi) પીએમઓમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કામ કરે છે. 2014માં જ્યારે મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમની પણ અહીં બદલી કરવામાં આવી હતી. 2019માં તેમને જોઈન્ટ સેક્રેટરીના પદ પર બઢતી આપવામાં આવી હતી.


આ પણ વાંંચો: શ્રદ્ધા વાલકર જેવા મીરા રોડના કાંડનું કારણ શું? બીમારી, અફેર કે બીજું કાંઈ?

નાણામંત્રી(Nirmala Sitharaman)ના જમાઈ પ્રતીક દોશીએ સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે મોદીના મુખ્યમંત્રી પદ દરમિયાન ગુજરાતના સીએમઓમાં સંશોધન સહાયક તરીકે પણ કામ કર્યું છે. PMOની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ PMOની રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી વિંગનું ધ્યાન રાખે છે. નોંધનીય છે કે પ્રતીક દોશી સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. 


અગાઉ, સપ્ટેમ્બર 2019 માં, કેન્દ્રીય પ્રધાને ડોર્ટસ ડેના દિવસે પરકલા સાથે જૂની તસવીર શેર કરી હતી. એક ટ્વિટમાં તેણે પરકલાને મિત્ર, ફિલોસોફર અને ગાઈડ ગણાવી હતી. સીતારમણની પુત્રી વાંગમયી ફીચર રાઈટર છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની મેડિલ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી પત્રકારત્વનો અભ્યાસ પણ કર્યો છે.

 

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2023 12:03 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK