Delhi Rape : બંગાળની મહિલા પર સાત દિવસ સુધી કર્યો બળાત્કાર, એટલું જ નહીં આરોપીએ તેની પર અત્યાચાર પણ ગુજાર્યો
Crime News
ફાઇલ તસવીર
દેશની રાજધાની દિલ્હી (Delhi)માં મહિલાઓની સુરક્ષા બાબતે ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે. દિલ્હીમાં વધુ એક બળાત્કાર (Delhi Rape)ની ઘટના બની છે. દિલ્હીમાં એક વ્યક્તિએ એક યુવતી પર સાત દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો છે. મંગળવારે માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, આ વ્યક્તિ યુવતીનો મિત્ર હતો. તેને સતત ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેના શરીર પર ગરમ દાળ ફેંકીને તેને લોહીલુહાણ પણ કરવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે બે ફેબ્રુઆરીએ આરોપીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, વ્યક્તિની ઓળખ ૨૮ વર્ષીય પારસ તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું કે, પીડિતા પશ્ચિમ બંગાળ (West Bengal)ની રહેવાસી છે અને આરોપી પારસે તેને દિલ્હી બોલાવી હતી. આ સમય દરમિયાન આરોપીએ પીડિતાને નોકરીનું વચન આપીને તેના રૂમમાં ગોંધી રાખીને તેનું શોષણ કર્યું હતું. આ દરમિયાન આરોપીએ પીડિતા સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. યુવતીએ પોલીસને જણાવ્યું કે, 30 જાન્યુઆરીએ જ્યારે તેણે લગ્નની વાત કરી તો આરોપી ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે તેના પર સળિયાથી હુમલો કર્યો. આટલું જ નહીં, આરોપીએ તેના શરીર પર ચૂલા પરથી ઉકળતી દાળ રેડી. પીડિતાનો આરોપ છે કે, ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી તેને રૂમમાં બંધ કરી દીધી અને ભાગી ગયો, ત્યારબાદ પોલીસે તેને બચાવી લીધી.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું કે, પીડિતા મહિલા લગભગ એક મહિનાથી દક્ષિણ દિલ્હી (South Delhi)ના નેબ સરાઈમાં પુરુષ સાથે રહેતી હતી. આ મામલો 30 જાન્યુઆરીએ પ્રકાશમાં આવ્યો જ્યારે પોલીસને પીસીઆર કોલ દ્વારા માહિતી મળી કે એક પતિ તેની પત્નીને મારતો હતો. પોલીસે માહિતી આપી હતી કે, મહિલાને AIIMSમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે માહિતી આપી હતી કે, મહિલાના શરીર પર ૨૦ જગ્યાએ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મહિલાને હાલમાં જ એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાના કહેવા પ્રમાણે, તે દાર્જિલિંગ (Darjeeling)ની રહેવાસી છે અને તેની ફોન પર આરોપી સાથે મિત્રતા થઈ ગઈ હતી. મહિલા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તેના સંપર્કમાં હતી. મહિલાને બેંગલુરુ (Bengaluru)માં ઘરની નોકરાણી તરીકે નોકરી મળી હતી અને તે જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં શહેર પહોંચવાની હતી. તેની ટ્રેન દિલ્હીમાંથી પસાર થવાની હતી તેથી તેણે થોડો સમય રોકાઈને પારસને મળવાનું નક્કી કર્યું. આ પછી આરોપીએ તેને રહેવા કહ્યું અને નોકરી શોધવામાં મદદ કરવાનું વચન પણ આપ્યું. તેના પર વિશ્વાસ કરીને પીડિતા તેની સાથે રાજુ પાર્કમાં ભાડાના મકાનમાં રહેવા લાગી.
30 જાન્યુઆરીએ, પીડિતાની ફરિયાદના આધારે, પોલીસે IPC કલમ ૩૨૩ (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), ૩૭૬ (બળાત્કાર), ૩૭૭ હેઠળ એફઆઈઆર નોંધી અને ૨ ફેબ્રુઆરીએ પારસની ધરપકડ કરી. ઉત્તરાખંડ (Uttarakhand)નો રહેવાસી આરોપી પારસ દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે કામ કરતો હતો.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૩માં જાહેર થયેલા NCRBના રિપોર્ટ અનુસાર, દિલ્હી ભારતમાં મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેર છે. વર્ષ ૨૦૨૨માં દિલ્હીમાં બળાત્કારના ૧,૨૦૪કેસ નોંધાયા હતા. વધુમાં, આ કેસો દેશમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા કુલ ગુનાના ૩૧.૨૦%હતા.