વડા પ્રધાનની ડિગ્રી જાહેર કરવાનો સૂચના આયોગનો આદેશ હાઈ કોર્ટે કૅન્સલ કર્યો, દિલ્હી યુનિવર્સિટીએ કહ્યું...
નરેન્દ્ર મોદી
દિલ્હી હાઈ કોર્ટે સોમવારે નિર્ણય સંભળાવતાં કહ્યું હતું કે દિલ્હી યુનિવર્સિટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને RTI હેઠળ સાર્વજનિક રીતે જાહેર કરવા માટે બંધાયેલી નથી. કેન્દ્રીય સૂચના આયોગે વડા પ્રધાનની ડિગ્રીને જાહેર કરવાનો આદેશ આપ્યો હતો એને દિલ્હી હાઈ કોર્ટે કૅન્સલ કરી નાખ્યો છે.
૨૦૧૬માં કેન્દ્રીય સૂચના આયોગે ૧૯૭૮માં BAની ડિગ્રી મેળવનારા તમામ વિદ્યાર્થીઓના રેકૉર્ડની તપાસ કરવાની સૂચના આપી હતી. નરેન્દ્ર મોદીએ પણ આ વર્ષે જ ડિગ્રીની એક્ઝામ પાસ કરી હતી. દિલ્હી વિશ્વવિદ્યાલયે સૂચના આયોગના આ સૂચનને પડકાર્યો હતો. દિલ્હી યુનિવર્સિટીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે કોર્ટ માગે તો યુનિવર્સિટી વડા પ્રધાનની ડિગ્રીને કોર્ટ સમક્ષ રજૂ કરશે, પણ અજાણ્યા લોકો દ્વારા તપાસ કરાવવા માટે કોઈ વિદ્યાર્થીના રેકૉર્ડને યુનિવર્સિટી સાર્વજનિક રીતે જાહેર નહીં કરી શકે


