Death on Treadmill: રોહિણી જિલ્લાના કેએન કાટજૂ માર્ગ વિસ્તારમાં જિમમાં એક્સરસાઈઝ કરતી વખતે બીટેક ઈજનરેને કરન્ટ લાગવાથી તેનું મોત થયું. અકસ્માત તે સમયે થયો જ્યારે શખ્સ બે ટ્રેડમિલ વચ્ચે બેઠો હતો. એકાએક તેને જોરદાર કરન્ટ લાગ્યો.
પ્રતીકાત્મક તસવીર
Death on Treadmill: રોહિણી જિલ્લાના કેએન કાટજૂ માર્ગ વિસ્તારમાં જિમમાં એક્સરસાઈઝ કરતી વખતે બીટેક ઈજનરેને કરન્ટ લાગવાથી તેનું મોત થયું. અકસ્માત (Accident) તે સમયે થયો જ્યારે શખ્સ બે ટ્રેડમિલ વચ્ચે બેઠો હતો. એકાએક તેને જોરદાર કરન્ટ લાગ્યો.
રોહિણી જિલ્લાના કેએન કાટજૂ માર્ટ વિસ્તારમાં જિમમાં કસરત કરતી વખતે ટ્રેડ મિલ પરથી કરન્ટ લાગતા બીટૅક ઇન્જિનિયર યુવકનું મોત થયું. મૃતકની ઓળખ સક્ષમ કુમાર (24) તરીકે થઈ છે. અકસ્માત દરમિયાન તે ટ્રેડ મિલ પરથી દોડતી વખતે તેના પરથી નીચે ઊતરીને બેસી ગયો હતો. આ દરમિયાન તેને જોરદાર કરન્ટ લાગ્યો. તરત તેને નજીકના હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
ADVERTISEMENT
ટ્રેડમિલમાં કરન્ટ થકી થયું મોત
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જિમના માલિક અનુભવ દુગ્ગલ વિરુદ્ધ બેદરકારી થકી મોતનો કેસ દાખલ કર્યો છે. શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે એક ટ્રેડમિલમાં કરન્ટ હતો. તેના સંપર્કમાં આવતા જ સક્ષમનું મોત થયું. પોલીસ પ્રમાણે, સક્ષમ પોતાના પરિવાર સાથે દિવ્ય જ્યોતિ અપાર્ટમેન્ટ, સેક્ટર-19, રોહિણીમાં રહેતો હતો. તેના પરિવારમાં પિતા મુકેશ કુમાર, માતા અને એક નાની બહેન છે.
મૃતક મલ્ટી નેશનલ કંપનીમાં હતો ઇન્જિનિયર
દિલ્હીના મુકેશ કુમારની બાદલી વિસ્તારમાં બ્રેડ બનાવવાની ફેક્ટરી છે. સક્ષમ બીટેક કર્યા બાદ એક મલ્ટી નેશનલ કંપનીમાં ઈન્જિનિયરની નોકરી કરી રહ્યો હતો. દરરોજ સવારે તે સેક્ટર 15માં આવેલી એક જિમમાં કસરત કરવા જતો હતો. મંગળવારે સવારે ઘરેથી જિમ આવ્યો હતો આ દરમિયાન સાત વાગ્યે તે ટ્રેડમિલ પર દોડ્યા બાદ બે ટ્રેડમિલની વચ્ચે બેસી ગયો. આ દરમિયાન તેને કરન્ટ લાગ્યો. તો નજીકરમાં કસરત કરતા કેશવે તેને પડતા જોયો અને તેનો હાથ ઝાલ્યો.
પોલીસે જિમ માલિક વિરુદ્ધ શરૂ કરી કાર્યવાહી
કેશવને પણ લાગ્યો કરન્ટ. તેણે ટ્રેડમિલની વીજ સપ્લાય બંધ કર્યા બાદ અન્ય લોકોની મદદથી તેના હાથ-પગ ઘસ્યા. તેને સીપીઆર પણ આપ્યો. પછી તે સક્ષમને હૉસ્પિટલ લઈ ગયા. ક્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પોલીસે કેશવના નિવેદન પર કેસની તપાસ શરૂ કરી દીધી છે. સક્ષમના મૃત્યુ બાદ તેના ઘરમાં શોકનો માહોલ છે. તે પરિવારમાં એકમાત્ર દીકરો હતો. તેના લગ્નની પણ તૈયારીઓ કરવામાં આવી રહી હતી, પણ એકાએક આવી પડેલા તેના મૃત્યુએ પરિવારને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મૂકી દીધો છે. પોલીસે બુધવારે પોસ્ટમાર્ટમ રિપૉર્ટ બાદ તેનો મૃતદેહ પરિવારને હવાલે કરી દીધો છે.
પોલીસે જિમ મેનેજર અનુભવ દુગ્ગલની ધરપકડ કરી લીધી છે. બિનઈરાદે હત્યા અને મશીનરી સંબંધે બેદરકારી દાખવવા સંબંધિત ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આગળની તપાસ ચાલે છે.

