Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વાવાઝોડું મુરાસુ આજે આંધ્ર પ્રદેશમાં ટકરાશે, ૪ રાજ્યો અલર્ટ પર

વાવાઝોડું મુરાસુ આજે આંધ્ર પ્રદેશમાં ટકરાશે, ૪ રાજ્યો અલર્ટ પર

Published : 03 November, 2026 02:59 PM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાવાઝોડું મુરાસુને લઈને આંધ્ર પ્રદેશ, તેલંગણ, ઓડિશા અને તામિલનાડુ એવાં ૪ રાજ્યો અલર્ટ પર છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાવાઝોડું મુરાસુને લઈને આંધ્ર પ્રદેશ, તેલંગણ, ઓડિશા અને તામિલનાડુ એવાં ૪ રાજ્યો અલર્ટ પર છે. જોકે વાવાઝોડું મુરાસુ ગયા અઠવાડિયાના અર્નબ કરતાં નબળું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ ચક્રવાત સાઉથ આંધ્ર પ્રદેશના કિનારે એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે ત્રાટકે એવી પ્રબળ શક્યતા છે જેમાં પવનની ગતિ ૧૦૦થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક હશે અને એ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ વાવાઝોડું આજે વહેલી સવારે ઓંગોલેની નજીક નેલ્લોર અને નરસપુર વચ્ચેના સાઉથ આંધ્ર પ્રદેશના કિનારાને ગંભીર ચક્રવાતી તોફાન તરીકે પાર કરશે.

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી ૨૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ૩૦,૦૦૦ વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની યોજના ચાલી રહી છે. ઓડિશામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે ચેન્નઈમાં સ્કૂલો અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે.



આ વાવાઝોડાની સૌથી વધારે અસર તામિલનાડુ અને આંધ્ર પ્રદેશને થવાની છે. આ બે રાજ્યોમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. બંદરો પર સાવચેતીના સંકેતો જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદ, ભારે પવન અને તોફાની સમુદ્રની આગાહી છે. બાપટલા, કૃષ્ણા અને પ્રકાશમ જિલ્લામાં એકથી દોઢ મીટરનાં તોફાની મોજાં આવવાની શક્યતા છે.


ઇન્ડિગોની ૧૦ ફ્લાઇટ્સ રદ 
ચક્રવાત મુરાસુને કારણે ગઈ કાલે વિજયવાડામાં ઇન્ડિગો ઍરલાઇન્સની ૧૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સલામતીનાં કારણસર આમ કરવામાં આવ્યું હતું.

ચેન્નઈમાં ટેનિસ સ્પર્ધા મુલતવી રહી
ગઈ કાલે સવારે ચેન્નઈમાં વાદળો પહોંચી ગયાં હતાં જેના કારણે ગઈ કાલથી શરૂ થનારી વિમેન્સ ટેનિસ અસોસિએશન (WTA) ઓપન ટેનિસ ટુર્નામેન્ટ ૮ નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 02:59 PM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK