તિરાડોવાળા ફ્લાયઓવરના વિડિયોએ બિહાર સરકારની ટીકા કરી હતી અને માળખાગત સુવિધાઓની દયનીય સ્થિતિ પર કટાક્ષ કર્યો હતો.
ડબલ ડેકર ફ્લાયઓવરમાં બે મહિનામાં જ તિરાડો જોવા મળી
બિહારની રાજધાની પટનામાં ટ્રાફિક જૅમ હળવો કરવા અને કનેક્ટિવિટી સુધારવાના ઉદ્દેશથી ૪૨૨ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા ડબલ ડેકર ફ્લાયઓવરને ખૂલ્યો મૂક્યાના માત્ર બે મહિના બાદ સતત વરસાદથી એમાં તિરાડો જોવા મળી હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ૧૧ જૂને આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ ફ્લાયઓવરના એક વિડિયોમાં એક ભાગમાં અનેક તિરાડો અને પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. તિરાડોવાળા ફ્લાયઓવરના વિડિયોએ બિહાર સરકારની ટીકા કરી હતી અને માળખાગત સુવિધાઓની દયનીય સ્થિતિ પર કટાક્ષ કર્યો હતો.


