Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીનાં કપાટ ખૂલ્યાં

ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીનાં કપાટ ખૂલ્યાં

Published : 20 April, 2026 07:21 AM | Modified : 20 April, 2026 12:05 PM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામની થઈ, અત્યાર સુધીમાં ૧૮ લાખ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ગઈ કાલે યમુનોત્રી ધામ ખૂલે એ પહેલાં જ ભાવિકોની જબરી ભીડ જમા થઈ હતી.

ગઈ કાલે યમુનોત્રી ધામ ખૂલે એ પહેલાં જ ભાવિકોની જબરી ભીડ જમા થઈ હતી.


ઉત્તરાખંડમાં ગઈ કાલે ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ હતી. ગંગોત્રીમાં બપોરે ૧૨.૧૫ વાગ્યે અને યમુનોત્રીમાં ૧૨.૩૫ વાગ્યે કપાટ ખોલવામાં આવ્યાં હતાં. ગંગોત્રીમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામની થઈ હતી. એમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ભાગ લીધો હતો. પૂજા પૂરી થયા પછી શ્રદ્ધાળુઓનાં દર્શન શરૂ થયાં હતાં.

ગઈ કાલે બાબા કેદારનાથની ડોલી પણ શીતકાળના સ્થળ ઓમકારેશ્વર મંદિરથી નીકળીને ફાટા તરફ જવા રવાના થઈ ગઈ હતી. બાબાની પંચમુખી ડોલી ૨૧ એપ્રિલે કેદારનાથ પહોંચશે અને બાવીસમી એપ્રિલથી કેદારનાથનાં કપાટ પણ ખૂલશે. 



ગઈ કાલે બપોરે ૩ વાગ્યા સુધીમાં ૧૮ લાખથી વધુ લોકોએ ચારધામ યાત્રા માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 12:05 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK