આ ૯૭૦ મીટર લાંબા સિંગલ ગર્ડરમાં કોઈ જગ્યાએ જૉઇન્ટ નથી
તસવીર સૌજન્ય : એજન્સી
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બનાવતા નૅશનલ હાઈ સ્પીડ રેલવે કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ગઈ કાલે દહાણુ પાસેના સાખરે ગામ પાસે ૪૦ મીટર લાંબો અને અત્યાર સુધીનો સૌથી વજનદાર ૯૭૦ મેટ્રિક ટનનો સિંગલ ગર્ડર સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યો હતો. આ વિશે માહિતી આપતાં NHSRCLએ કહ્યું હતું કે ‘આ ૯૭૦ મીટર લાંબા સિંગલ ગર્ડરમાં કોઈ જગ્યાએ જૉઇન્ટ નથી, મૉનોલિથિક યુનિટ છે. ૩૯૦ ક્યુબિક મીટરના આ ગર્ડરમાં ૪૨ ટનના લોખંડના સળિયા છે, જ્યારે એનું કુલ વજન ૯૭૦ મેટ્રિક ટન છે. અત્યાર સુધી દેશમાં બેસાડવામાં આવેલા બધા જ ગર્ડરો કરતાં આ ગર્ડર હેવી છે. આ પ્રકારનો ગર્ડર બેસાડવાને કારણે હવે કામની ઝડપ નૉર્મલ ગર્ડર બેસાડવાની સરખામણીએ દસ ગણી વધી જશે.’


