રીફન્ડનો દાવો ટાળવા માટે વરિષ્ઠ નાગરિકો ફૉર્મ 15H સબમિટ કરીને બૅન્કને TDS નહીં કાપવા વિનંતી કરી શકે છે. એક લાખ રૂપિયાની મુક્તિમર્યાદા વરિષ્ઠ નાગરિકો પર કાયદાના પાલનનો બોજ હળવો કરશે.
વરિષ્ઠ નાગરિકો
નાણાપ્રધાને બજેટમાં નિવૃત્તિ પછી વ્યાજની આવક પર નિર્ભર રહેતા વરિષ્ઠ નાગરિકો માટે અનેક લાભોની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને થાપણો પર મળતા વ્યાજ પરના ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS)ની મર્યાદા વર્તમાન ૫૦,૦૦૦થી બમણી કરીને એક લાખ રૂપિયા કરવામાં આવશે. નવી કરપ્રણાલીમાં જે વરિષ્ઠ નાગરિકોની કુલ આવક ત્રણ લાખ રૂપિયાની કરમુક્તિ મર્યાદાથી ઓછી છે તેમના માટે ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ વ્યાજની આવક પર TDS કાપવામાં આવતો હતો અને તેમણે રીફન્ડનો દાવો કરવા માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડતું હતું. રીફન્ડનો દાવો ટાળવા માટે વરિષ્ઠ નાગરિકો ફૉર્મ 15H સબમિટ કરીને બૅન્કને TDS નહીં કાપવા વિનંતી કરી શકે છે. એક લાખ રૂપિયાની મુક્તિમર્યાદા વરિષ્ઠ નાગરિકો પર કાયદાના પાલનનો બોજ હળવો કરશે.
સીતારમણે જણાવ્યું હતું કે ખૂબ જ જૂના રાષ્ટ્રીય બચત યોજના (નૅશનલ સેવિંગ્સ સ્કીમ) ખાતાં ધરાવતા વરિષ્ઠ નાગરિકો હવે એ ખાતાંમાંથી કોઈ પણ કર વિના (૨૯ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ અથવા એ પછી) તેમની બચત ઉપાડી શકશે.

