ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટર્ડ થયેલા સૂક્ષ્મ કદના એકમો માટે પાંચ લાખ રૂપિયા સુધીની મર્યાદા ધરાવતા કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે
મેક ઇન ઇન્ડિયા
ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટર્ડ થયેલા સૂક્ષ્મ કદના એકમો માટે પાંચ લાખ રૂપિયા સુધીની મર્યાદા ધરાવતા કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. પ્રથમ વર્ષમાં આવાં ૧૦ લાખ કાર્ડ ઇશ્યુ કરાશે.
મહિલાઓ, અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ સહિતના લોકો તથા અન્ય જે ઉદ્યમીઓ પહેલી વાર વેપાર સાહસ કરવા તૈયાર થશે તેમને પાંચ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. એના માટે નવી યોજના શરૂ કરાશે. આગામી પાંચ વર્ષમાં બે કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવાનો સરકારનો નિર્ણય છે.

