એ નોંધવું જોઈએ કે ૧૦ લાખ રૂપિયાની મર્યાદા LRS હેઠળના તમામ વ્યવહારો પર સામૂહિક રીતે લાગુ પડે છે, વ્યક્તિગત શ્રેણીઓ પર નહીં.
પ્રતીકાત્મક તસવીર
બીજા મહત્ત્વના ફેરફારમાં, લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશી વ્યવહારો પરના ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ (TCS) માટેની મર્યાદા વર્તમાન ૭ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવામાં આવી છે.
એ નોંધવું જોઈએ કે ૧૦ લાખ રૂપિયાની મર્યાદા LRS હેઠળના તમામ વ્યવહારો પર સામૂહિક રીતે લાગુ પડે છે, વ્યક્તિગત શ્રેણીઓ પર નહીં. ઉદાહરણ તરીકે, એક નાણાકીય વર્ષમાં જો તમે ૬ લાખ રૂપિયાનું ટૂર-પૅકેજ ખરીદો છો. બે મહિના પછી તમે વિદેશી શૅરોમાં ચાર લાખ રૂપિયાનું રોકાણ કરો છો. આ બે વ્યવહારો સાથે તમારી ૧૦ લાખ રૂપિયાની મર્યાદા સમાપ્ત થઈ જાય છે. એથી આના પછીની અન્ય તમામ વિદેશી ચુકવણીઓ લાગુ પડતાં દરો અનુસાર TCS કલેક્ટ કરવો પડશે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓને TCSમાં રાહત
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં સીતારમણે શિક્ષણના હેતુસર કરવામાં આવતા રેમિટન્સ પરથી TCS દૂર કર્યો છે. આ રેમિટન્સ નિશ્ચિત થયેલી નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનમાંથી હોવું જોઈએ.

