જલંધરમાં૧૫ વર્ષની છોકરીની બહાદુરી
જલંધરમાં૧૫ વર્ષની છોકરીની બહાદુરી
ચંદીગઢના જલંધરમાં 15 વર્ષની એક છોકરીના હાથમાંથી મોબાઇલ ખેંચીને નાસવાનું અપરાધીને ભારે પડ્યું હતું. આ છોકરી કુસુમ કુમારીએ બહાદુરી દાખવીને પોતાનો ફોન ખેંચી લેવા ઉપરાંત તેને પોલીસમાં સોંપી તેની ધરપકડ કરાવી હતી.સંબંધિત વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજમાં જોઈ શકાય છે કે કુસુમ એકલી જ રસ્તા પર જઈ રહી હતી, ત્યારે અચાનક પાછળથી બાઇક પર સવાર બે જણાએ તેનો ફોન ખેંચીને ભાગવાની કોશિશ કરી હતી. કુસુમે ફોન ખેંચનારને પકડી તેને મારવાની કોશિશ કરીજેમાં બચવાના પ્રયાસમાં લુટારુએ તેના કાંડા પર છુરીથી ઘા કર્યો હતો,જોકે તેણે બુમાબુમ કરતાં લોકોએ તેમને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.આરોપીની ઓળખ ૨૨ વર્ષના અવિનાશ કુમાર તરીકે કરી છે. તેનો સાથી ભાગી છુટ્યો છે, જેને પોલીસ શોધી રહી છે.