નવી દિલ્હીમાં ત્યાગરાજ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને તિરંગા લહેરાવીને લોકશાહીના ઇતિહાસના આ કલંકિત દિવસને યાદ કર્યો હતો.
તિરંગા લહેરાવીને લોકશાહીના ઇતિહાસના આ કલંકિત દિવસને યાદ કર્યો હતો.
આજથી ૫૦ વર્ષ પહેલાં ૧૯૭૫ની ૨૫ જૂને તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતભરમાં ઇમર્જન્સી લાદી હતી. ૨૧ મહિના સુધી ચાલેલી આ ઇમર્જન્સી અનેક રીતે લોકશાહીનું ગળું ઘોંટનારી હતી એટલે ભારતીય જનતા પાર્ટીએ ગઈ કાલે ઠેર-ઠેર આ દિવસને બ્લૅક ડે અને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવ્યો હતો. નવી દિલ્હીમાં ત્યાગરાજ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને તિરંગા લહેરાવીને લોકશાહીના ઇતિહાસના આ કલંકિત દિવસને યાદ કર્યો હતો.

