વિનય કટિયારનો દાવો
વિનય કટિયાર
અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર દાનવિવાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને બજરંગ દળના સ્થાપક વિનય કટિયારે નવા દાવા સાથે રાજકીય વિવાદ ઊભો કર્યો છે. વિનય કટિયારે જણાવ્યું હતું કે ‘મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા મુખ્ય લોકો ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાય અને ભૂતપૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા દાનભંડોળના કથિત ગેરવહીવટના સંદર્ભમાં જેલમાં જઈ શકે છે. આ મુદ્દે મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી.’
આ મુદ્દે વિનય કટિયારે કહ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં છું અને મને વિશ્વાસ છે કે બધું સારું થઈ જશે. વર્તમાન ઘટનાક્રમ અંગે તેમણે કહ્યું હતું કે ‘કોઈ પણ અંતિમ નિષ્કર્ષ કાઢવો હજી વહેલો છે અને જે કંઈ થશે એ સારું જ થશે. હું કોઈનું નામ જાહેર નહીં કરું. આ કેસમાં નોંધપાત્ર રકમની ઉચાપત થઈ છે અને તપાસ ચાલુ છે.’
