સાઇક્લોન બિપરજૉય જમીન પર ત્રાટક્યા બાદ એની તીવ્રતા ગુમાવશે અને દક્ષિણ-દક્ષિણપશ્ચિમ રાજસ્થાન તરફ ડિપ્રેશન તરીકે આગળ વધશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બિપરજૉય સાઇક્લોનના કારણે આગામી ચાર દિવસમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાનની આગાહીની સર્વિસ પૂરી પાડતી પ્રાઇવેટ કંપની સ્કાયમેટે આ આગાહી કરી હતી. સાઇક્લોન બિપરજૉય જમીન પર ત્રાટક્યા બાદ એની તીવ્રતા ગુમાવશે અને દક્ષિણ-દક્ષિણપશ્ચિમ રાજસ્થાન તરફ ડિપ્રેશન તરીકે આગળ વધશે. જેના પછી એ પૂર્વોત્તર તરફ આગળ વધશે. સ્કાયમેટના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પલાવતે કહ્યું હતું કે ‘૧૮-૧૯ જૂન સુધીમાં ડિપ્રેશન દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઉત્તરપશ્ચિમની નજીક રહેશે, જેના કારણે આ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને પવનની ગતિ ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે.’


