સ્વાસ્થ્યપ્રધાનનાં અત્યંત અસહજ આસનો અને પ્રાણાયામ પર લોકોએ સોશ્યલ મીડિયામાં ખૂબ જ મોજ લીધી હતી
યોગાસનો કરવામાં અસહજતા અનુભવતા બિહારના સ્વાસ્થ્યપ્રધાન નિશાંત કુમાર.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પટનાના કંકડબાગસ્થિત પાટલીપુત્ર રમતગમત સંકુલમાં યોજાયેલા રાજ્યસ્તરીય ભવ્ય કાર્યક્રમનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો હતો. આ સરકારી આયોજનમાં બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની બરાબર બાજુમાં આસન જમાવીને બેઠેલા વર્તમાન સ્વાસ્થ્યપ્રધાન નિશાંત કુમાર પોતાની યોગ કરવાની અનોખી અને ઢીલી-ઢાલી શૈલીને કારણે નેટિઝન્સના નિશાના પર આવ્યા હતા.
‘સ્વસ્થ આયુષ્ય માટે યોગ’ની થીમ હેઠળ યોજાયેલી આ સામૂહિક શિબિરમાં હજારો લોકો અને પ્રશાસનિક અધિકારીઓ હાજર હતા. જોકે યોગ-સેશન શરૂ થતાં જ સ્વાસ્થ્યપ્રધાને મહેફિલ લૂંટી લીધી હતી. સ્વાસ્થ્યપ્રધાનનાં અત્યંત અસહજ આસનો અને પ્રાણાયામ પર લોકોએ સોશ્યલ મીડિયામાં ખૂબ જ મોજ લીધી હતી.
ADVERTISEMENT
નીતીશ કુમાર ચોથી વાર JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ, પાર્ટી બંધારણને બદલવાનો પણ અધિકાર મળ્યો
જનતા દળ યુનાઇટેડ (JDU)ની રાષ્ટ્રીય બેઠકમાં પાર્ટીના અધ્યક્ષપદે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નામ પર મોહર લગાવવામાં આવી હતી. આ સાથે તેમને પાર્ટીના બંધારણમાં ફેરફાર કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો હતો. નીતીશ કુમાર ચોથી વાર પાર્ટીના અધ્યક્ષ બન્યા છે. આ પહેલાં ૨૦૧૬માં શરદ યાદવ બાદ તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. ત્યાર બાદ ૨૦૧૯માં તેમને ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ૨૦૨૩ના ડિસેમ્બરમાં લલનસિંહના રાજીનામા બાદ તેમને ત્રીજી વાર આ પદ સોંપવામાં આવ્યું હતું અને ૨૦૨૬માં ૨૪ માર્ચે તેમને ફરી બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ગઈ કાલે રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં તેમના નામ પર મોહર લગાવવામાં આવી હતી.
