Bengaluru OYO Room Murder: બેંગલુરુમાં એક હોટલના રૂમમાં એક મહિલાને તેના કથિત પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી; આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી, પરંતુ બે દિવસ પછી જ પ્રકાશમાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- પીડિતાની ઓળખ 36 વર્ષીય હરિણી તરીકે થઈ છે
- આરોપીની યશસ ૨૫ વર્ષીય ટેકનિકલ નિષ્ણાત યશસ છે
- સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે
બેંગલુરુ (Bengaluru)ની એક હોટલમાંથી એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. ઑયૉ હોટલ (OYO Hotel)માં એક મહિલાને તેના બોયફ્રેન્ડે છરીના ઘા મારીને હત્યા (Bengaluru OYO Room Murder) કરી દીધી હતી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી, પરંતુ તેનો ખુલાસો બે દિવસ પછી થયો હતો.
બેંગલુરુની ઑયૉ હોટલમાં એક મહિલાની લાશ (Bengaluru OYO Room Murder) મળી આવી હતી. આરોપી બૉયફ્રેન્ડે મહિલા પ્રેમની ૧૭ વાર ચાકુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પીડિતાની ઓળખ ૩૩ વર્ષીય હરિણી તરીકે થઈ છે. આરોપીની ઓળખ ૨૫ વર્ષીય ટેકનિકલ નિષ્ણાત યશસ છે. બંને બેંગલુરુના પશ્ચિમી ઉપનગર કેંગેરી (Kengeri)ના રહેવાસી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાનો બોયફ્રેન્ડ તેના કરતા આઠ વર્ષ નાનો છે અને મહિલા પરિણીત તેમજ બે બાળકોની માતા હતી.
ADVERTISEMENT
આ હત્યા પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટ (Poorna Pragna Layout)માં એક OYO હોટલના રૂમમાં થઈ હતી, જ્યાં હરિનીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશન (Subramanyapura Police Station)માં કેસ નોંધવામાં આવ્યો છે અને હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
ડીસીપી સાઉથ લોકેશ બી જગલાસરે મીડિયાને જણાવ્યું હતું કે, `સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશનમાં ૬ અને ૭ જૂનની રાત્રે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. બંને એકબીજાને એક મહિનાથી ઓળખતા હતા. મહિલા મિત્રતાનો અંત લાવવા માંગતી હતી અને તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી હતી. ગુસ્સા અને ઈર્ષ્યાના કારણે, પુરુષે મહિલાની છરીના ઘા મારીને હત્યા કરી દીધી.`
મળતી માહિતિ પ્રમાણે, બંને વચ્ચેની મિત્રતા બે બાળકોની માતા હરિનીના જીવનમાં સમસ્યા ઉભી કરી રહી હતી. હરિનીના પરિવારને આ સંબંધ વિશે ખબર પડી હોવાના અહેવાલ છે, જેના કારણે તેના અંગત જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હતી. તેણે યશસને કહ્યું કે, તે આ સંબંધ ચાલુ રાખી શકશે નહીં. પછી બન્ને વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યારબાદ ગુસ્સા અને ઈર્ષ્યાના કારણે યશસે હરિનીની હત્યા કરી હતી. ગુસ્સે ભરાયેલા યશાસે હરિની પર ૧૭ વાર ચાકુના ઘા કર્યા હતા.
આરોપી યશસની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માર્ચ મહિનામાં બેંગલુરુમાં બનેલી બીજી એક ઘટનામાં, બેંગલુરુ પોલીસે એક ટેક્નિશિયનની ધરપકડ કરી હતી. જેણે કથિત રીતે તેની પત્નીની હત્યા કરી હતી, તેના શરીરને સુટકેસમાં ભરી દીધું હતું અને પુણે (Pune) ભાગી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ઝેર જેવું પીણું પીધું હતું અને તેની પત્નીના માતાપિતાને ફોન કરીને ફોન પર જ હત્યાની કબૂલાત કરી હતી. ભોગ બનનાર, ૩૨ વર્ષીય ગૌરી અનિલ સામ્બેકર, માસ મીડિયામાં પૃષ્ઠભૂમિ ધરાવતી હતી અને બેરોજગાર હતી. આ દંપતીએ મહારાષ્ટ્ર (Maharashtra)થી સ્થળાંતર કર્યું હતું અને હત્યા થયાના પહેલા બે મહિનાથી હુલીમાવુ પોલીસ સ્ટેશન (Hulimavu Police Station)ની હદ હેઠળ ડોડ્ડકન્નાહલ્લી (Doddakannahalli)માં રહેતું હતું.

