Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘બાબા કા ઢાબા’ના માલિકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

‘બાબા કા ઢાબા’ના માલિકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

18 June, 2021 03:36 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કાંતા પ્રસાદ અત્યારે હૉસ્પિટલમાં દાખલ છે

કાંતા પ્રસાદની ફાઈલ તસવીર

કાંતા પ્રસાદની ફાઈલ તસવીર


દિલ્હીનો ‘બાબા કા ઢાબા’ થોડાક મહિનાઓ પહેલા બહુ ચર્ચામાં રહ્યો હતો. આ ઢાબાના માલિકે હવે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં રહેતા કાંતા પ્રસાદે દારૂ પીને ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે રાત્રે આ ઘટના બની હતી અને અત્યારે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે રાત્રે દસ વાગ્યાની આસપાસ ‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દારુના નશામાં ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને મોડી રાત્રે જ દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તેઓની પરિસ્થિતિ સ્થિર છે. હૉસ્પિટલમાંથી જ આ બાબતની માહિતી મળી છે.



‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદ થોડા મહિનાઓ પહેલા ગ્રાહક ન આવવાના કારણે પરેશાન થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. પછી યુટ્યુબર ગૌરવ વાસનાએ તેમનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો તો લોકો તેમની મદદ કરવા માટે આગળ આવ્યા. પરિણામે બાબાના ખાલી પડેલા ઢાબા પર ગ્રાહકોની લાંબી લાઈનો લાગવા લાગી હતી. ત્યારબાદ બાબા કાંતા પ્રસાદે ઢાબાની બાજુમાં જ એક નવી રેસ્ટોરાં ખોલી હતી. પણ તે પણ સમય જતા બંધ કરવાનો વારો આવ્યો હતો અને તેઓ જુના ઢાબે પાછા ફર્યા હતા. આ દરમિયાન કાંતા પ્રસાદે ગૌરવ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેમણે માફી પણ માંગી હતી. આમ કાંતા પ્રસાદ અને તેમનો ‘બાબા કા ઢાબા’ ગત વર્ષથી સતત ચર્ચામાં જ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 03:36 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK