Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામલીલાની ફિલ્મી ભજવણી પર અયોધ્યાના સંતોનો વિરોધ

રામલીલાની ફિલ્મી ભજવણી પર અયોધ્યાના સંતોનો વિરોધ

Published : 12 September, 2025 10:31 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમનું માનવું છે કે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની લીલાઓને ફિલ્મી અંદાજમાં પ્રસ્તુત કરવી એ મૂળ ભાવનાઓ સાથે છેડછાડ કરવા જેવું છે

સંતોનું કહેવું છે કે શ્રીરામની નગરી અયોધ્યાની રામલીલામાં હવે ફિલ્મી હીરો-હિરોઇનો ન આવવાં જોઈએ

સંતોનું કહેવું છે કે શ્રીરામની નગરી અયોધ્યાની રામલીલામાં હવે ફિલ્મી હીરો-હિરોઇનો ન આવવાં જોઈએ


અયોધ્યાના સાધુસંતોએ બાવીસમી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ફિલ્મી કલાકારોની રામલીલાના વિરોધમાં મોરચો ખોલી દીધો છે. સંતોનું કહેવું છે કે શ્રીરામની નગરી અયોધ્યાની રામલીલામાં હવે ફિલ્મી હીરો-હિરોઇનો ન આવવાં જોઈએ. તેમનું માનવું છે કે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની લીલાઓને ફિલ્મી અંદાજમાં પ્રસ્તુત કરવી એ મૂળ ભાવનાઓ સાથે છેડછાડ કરવા જેવું છે. સાધુસંતોની બેઠકમાં ઉપસ્થિત હનુમાનગઢીના પૂજારી અને સંકટમોચન સેનાના પ્રમુખ મહંત સંજય દાસે આ રામલીલાનો પ્રબળ વિરોધ કરતાં કહ્યું હતું કે ‘મનોરંજનની આડમાં ફિલ્મી રામલીલાથી મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની મર્યાદા પ્રભાવિત થાય છે એટલું જ નહીં, તેમની લીલાને વિકૃત કરીને કરોડો રામભક્તોની આસ્થાને ચોટ પહોંચે છે. જે કલાકારોને રામલીલાનાં પવિત્ર પાત્રોની ભૂમિકા સોંપાય છે તે કલાકારો માંસ-મદિરાનું સેવન કરતા હોય છે. તેમનું અંગત જીવન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાના મર્યાદાસભર જીવનથી એકદમ વિપરીત હોય છે એટલે તેઓ આ પાત્ર ભજવે એ સનાતન ધર્મનું ઘોર અપમાન છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2025 10:31 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK