Ayodhya Junction changed to Ayodhya Dham Junction: અયોધ્યા જંક્શનના નિરીક્ષણ દરમિયાન સીએમ યોગીએ રેલવેના અધિકારીઓને અયોધ્યા જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંક્શન કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી.
અયોધ્યા ધામ જંકશનની તસવીર : સૌજન્ય ભાજપ સંસદ લલ્લૂ સિંહે શૅર કરેલી પોસ્ટ
કી હાઇલાઇટ્સ
- ઉદ્ઘાટન પહેલા અયોધ્યા જંકશનનું નામ બદલાયું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન
- ભાજપ સાંસદ લલ્લૂ સિંહે એક્સ પર પોસ્ટ શૅર કરીને આપી માહિતી
Ayodhya Junction changed to Ayodhya Dham Junction: 30 જાન્યુઆરીના અયોધ્યામાં થનારા રેલવે સ્ટેશન અને ઍરપૉર્ટના ઉદ્ઘાટનથી પહેલા રેલવેએ અયોધ્યા જંક્શનનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. આ રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ જંક્શનના નામે ઓળખવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોમાં સીએમ યોગી દ્વારા રેલવે સ્ટેશનના નિરીક્ષણ પછી રેલવેએ નિર્ણય લીધો છે. આમ તો સીએમ યોગીએ તાજેતરમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ઇન્ટરનેશનલ સ્તરના આ સ્ટેશનની વ્યવસ્થાઓને જોવા માટે સીએમ યોગી જંક્શન પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે રેલવેના અનેક મોટા અધિકારી પણ હતા. નિરીક્ષણ દરમિયાન સીએમ યોગીએ રેલવેના અધિકારીઓને અયોધ્યા જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંક્શન કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. રેલવેએ સીએમ યોગીની ઇચ્છાને ધ્યાનમાં રાખતા બુધવારે આ નિર્ણય લીધો અને જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંક્શન કરી દીધું. જણાવવાનું કે 22 જાન્યુઆરી ના રોજ રામનગરી અયોધ્યામાં બનતા રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. આને જોતા રેલવે સ્ટેશનથી લઈને ઍરપૉર્ટ સુધી તૈયારીઓ ચાલી રહી છે.
સાંસદ લલ્લૂ સિંહે કરી પોસ્ટ
અયોધ્યાથી ભાજપા સાંસદ લલ્લૂ સિંહે એક્સ પર પોસ્ટ શૅર કરીને આની માહિતી આપી છે. તેમણે લખ્યું, અયોધ્યા જંક્શન થયું `અયોધ્યા ધામ` જંક્શન ભારતના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં નવનિર્મિત ભવ્ય અયોધ્યા રેલવે સ્ટેશન અયોધ્યા જંક્શનનું નામ, જનભાવનાઓની અપેક્ષા પ્રમાણે, પરિવર્તિત કરી અયોધ્યા ધામ જંક્શન કરી દેવામાં આવ્યું છે. (Ayodhya Junction changed to Ayodhya Dham Junction)
ADVERTISEMENT
अयोध्या जंक्शन हुआ “अयोध्या धाम” जंक्शन
— Lallu Singh (@LalluSinghBJP) December 27, 2023
भारत के यशस्वी मा॰ प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में नवनिर्मित भव्य अयोध्या रेलवे स्टेशन के अयोध्या जंक्शन का नाम, जनभावनाओं की अपेक्षा के अनुरूप, परिवर्तित कर #अयोध्या_धाम_जंक्शन कर दिया गया है..
1/2.. pic.twitter.com/WHKpAb5wmO
30 ડિસેમ્બરના પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
Ayodhya Junction changed to Ayodhya Dham Junction: રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી 30 ડિસેમ્બરના અયોધ્યા આવશે. પીએમ મોદી અયોધ્યામાં લગભગ સાડા ત્રણ કલાક વિતાવશે. 30 ડિસેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટના પહેલા ફેસનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આ દિવસે અયોધ્યા રેલવે સ્ટેશનના નવા ભવનનું પણ લોકાર્પણ કરશે. ઑફિસરો પ્રમાણે વડાપ્રધાન લગભગ 3000 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને એટલી જ લાગતી અન્ય યોજનાઓના શિલાન્યાસ પણ કરશે. લોકાર્પણ સમારોહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઍરપૉર્ટની નજીક જ એક વિશાળ જનસભાનું સંબોધન પણ કરશે. મહાનગર અધ્યક્ષ કમલેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે કાર્યકર્તા ઘરે-ઘરે સંપર્ક કરી વડાપ્રધાનનું અભિનંદન કરવાની અપીલ કરી રહ્યા છે.
15 જાન્યુઆરીથી અયોધ્યા અને મુંબઈ વચ્ચે સીધી ફ્લાઈટ
Ayodhya Junction changed to Ayodhya Dham Junction: ભગવાન શ્રી રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. આ પહેલા પણ અયોધ્યામાં સામાન્ય લોકો માટે મોટા અને સુખદ સમાચાર આવવા લાગ્યા છે. અયોધ્યાથી નવી દિલ્હી અને અમદાવાદની સીધી ફ્લાઈટ બાદ હવે ઈન્ડિગોએ 15 જાન્યુઆરીથી અયોધ્યા અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે કહ્યું કે અયોધ્યાથી મુંબઈની સીધી ફ્લાઈટથી સામાન્ય નાગરિકોને ઘણી રાહત મળશે.
દિલ્હી તેમજ અમદાવાદ વચ્ચે ફ્લાઈટની પહેલાથી જ થઈ ચૂકી જે જાહેરાત
ઈન્ડિગોએ ટૂંક સમયમાં અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હીથી ઓપરેશનની જાહેરાત કરી હતી. 6 જાન્યુઆરી 2024થી દિલ્હીથી અયોધ્યા અને 11 જાન્યુઆરી 2024થી અમદાવાદથી અયોધ્યા સુધી કમર્શિયલ કામગીરી શરૂ થશે. ઈન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ વિનય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે દિલ્હી અને અમદાવાદ ઉપરાંત અયોધ્યા અને મુંબઈ વચ્ચેની સીધી કનેક્ટિવિટી પ્રવાસ, પર્યટન અને વેપારને નોંધપાત્ર રીતે વેગ આપશે.
