ગુરુવારે મળેલી કૅબિનેટની બેઠક બાદ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ જણાવ્યું હતું
હિમંતા બિસ્વા સર્મા
ગુરુવારે મળેલી કૅબિનેટની બેઠક બાદ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ જણાવ્યું હતું કે ઑક્ટોબરથી આસામમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને પહેલી વાર આધાર કાર્ડ નહીં મળે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘કૅબિનેટે બંગલાદેશથી ગેરકાયદે ભારતમાં આવતા ઇમિગ્રન્ટ્સ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે આધાર કાર્ડ મેળવવાની કોશિશ કરે છે, પણ એ શક્યતાને દૂર કરવા અથવા ઘટાડવા માટે સાવચેતીનાં પગલાં તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આધાર કાર્ડ ઇશ્યુ કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લોકોને ગેરકાયદે રીતે નાગરિકતા મેળવવાથી રોકવાના પ્રયાસનો એક ભાગ છે.’
જોકે ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી સૂચનાના અમલીકરણથી એક વર્ષ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો અને ચાના બગીચાના કામદારો માટે આ નિયમ હળવો કરવામાં આવશે.


