વિપક્ષી પાર્ટી ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમાક્રૅટિક ફ્રન્ટના વિધાનસભ્ય અમીનુલ ઇસ્લામની પણ ધરપકડ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
આસામ સરકારે આસામમાં પાકિસ્તાનને સમર્થન આપતા લોકો સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. અત્યાર સુધીમાં ૭૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પહલગામ આતંકવાદી હુમલા પછી શરૂ થયેલી આ કાર્યવાહીમાં સોશ્યલ મીડિયા પર ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી પોસ્ટ કરનારાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. વિપક્ષી પાર્ટી ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમાક્રૅટિક ફ્રન્ટના વિધાનસભ્ય અમીનુલ ઇસ્લામની પણ ધરપકડ કરવામાં આવી છે.


