° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


મહાત્માની હત્યા કરનાર ગોડસેની ફિલ્મ થશે બ્લૉક? PM પરની ડૉક્યૂમેન્ટ્રી પર ઓવૈસી

23 January, 2023 09:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એઆઇએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યૂટ્યૂબ લિન્ક વીડિયોને બ્લૉક કરવાના નિર્ણયને લઈને આકરા પ્રહાર કર્યા છે. તેમણે પ્રશ્ન ઊઠાવ્યો કે શું પીએમ મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસે વિશે આવનારી ફિલ્મને પણ બ્લૉક કરશે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC)એ બનાવેલી ડૉક્યૂમેન્ટ્રી સીરિઝ પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ સરકારે આના પર ઍક્શન લેતા આને બૅન કરી છે તો બીજી તરફ વિપક્ષ નેતાઓ આને લઈને કટાક્ષ કરી રહ્યા છે. એઆઇએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યૂટ્યૂબ લિન્ક વીડિયોને બ્લૉક કરવાના નિર્ણયને લઈને આકરા પ્રહાર કર્યા છે. તેમણે પ્રશ્ન ઊઠાવ્યો કે શું પીએમ મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસે વિશે આવનારી ફિલ્મને પણ બ્લૉક કરશે.

ઓવૈસીએ કહ્યું, "મોદી સરકારે બ્રિટિશ કાયદાના આધારે ભારતમાં ટ્વિટર અને યૂટ્યૂબ પર બીબીસી સીરિઝ પર પ્રતિબંધ મૂક્યો છે. અમે પીએમ મોદીને પૂછીએ છીએ કે, શું અંતરીક્ષ કે આસમાનમાંના કોઈકે ગુજરાત દંગામાં લોકોને માર્યા?" તેમણે પ્રશ્ન કર્યો કે ગોડસે પર બીજેપીની રાય શું છે? હવે ગોડસે પર એક ફિલ્મ બની રહી છે. શું પીએમ ગોડસે પર બનતી આ ફિલ્મ પર પણ બૅન મૂકશે? તેમણે બીજેપીને ગોડસે પર બનેલી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો પડકાર આપ્યો છે.

મહુઆ મોઈત્રાએ પણ ઊઠાવ્યા સવાલ
તેમણે આગળ કહ્યું, દિલ્હીમાં G20ના પોસ્ટર છે જેના પર લખ્યું છે, `G20 in Mother of Democracy` અને બીજી તરફ બીબીસી ડૉક્યૂમેન્ટ્રી પર બૅન મૂકવામાં આવી રહ્યો છે. તેમણે માગ કરતા કહ્યું કે પીએમ મોદી ગોડસેની ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂકી દે. આ પહેલા તૃણમૂલ કૉંગ્રેસ (TMC) સાંસદ મહુઓ મોઈત્રાએ કહેવાતી રીતે સેન્સરશિપને લઈને સરકારની ટીકા કરી હતી. મહુઆએ કહ્યું હતું કે શરમજનક વાત છે કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના બાદશાહ અને દરબારી આટલા અસુરક્ષિત છે.

આ પણ વાંચો : સરકાર વિરુદ્ધ ન્યાયતંત્રની સ્થિતિમાં વડાપ્રધાને ચીફ જસ્ટિસની પ્રશંસા કરી

બીબીસી ડૉક્યૂમેન્ટ્રી વિવાદ
બીબીસી (BBC)એ 2002ના ગુજરાત દંગા (Gujarat Riots) દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પીએમ મોદી (PM Modi)ના કાર્યકાળ પર હુમલો કરતા બે-ભાગની સીરિઝ રિલીઝ કરી છે. આ મામલે ભારત તરફથી નારાજગી વ્યક્ત કર્યા બાદ કેટલાક પ્લેટફૉર્મ પરથી ખસેડી દેવામાં આવી. જો કે, આ ડૉક્યૂમેન્ટ્રીને બીબીસીએ ભારતમાં ઉપલબ્ધ કરી નહોતી. જો કે, કેટલીક યૂટ્યૂબ ચેનલ્સે આને અપલોડ કરી હતી જેમને બ્લૉક કરી દેવામાં આવી છે.

23 January, 2023 09:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

News In Short: ભારત ચીનને ધ્યાનમાં રાખી પરમાણુ શક્તિને અપગ્રેડ કરી રહ્યું છે

આ પહેલાં પરંપરાગત રીતે ભારતની ન્યુક્લિયર સ્ટ્રૅટેજીના કેન્દ્રસ્થાને પાકિસ્તાન જ રહેતું હતું, પણ હવે ચીન પર પણ વધારે ફોકસ આપવામાં આવી રહ્યું હોય એમ જણાય છે

29 January, 2023 10:10 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કર્ણાટકમાં બ્રાહ્મણો નારાજ થયા તો રાજ્યસરકાર દ્વારા ‘રિવર્સ રિઝર્વેશન’ માટે આદેશ

સરકારે બ્રાહ્મણોની માલિકી ધરાવતાં અખબારોને મહિને બે પેજની સરકારી જાહેરાતો માટે સર્ક્યુલર ઇશ્યુ કર્યો

29 January, 2023 10:03 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

આઇએમએફને પાકિસ્તાનના બજેટના અંદાજમાં ૨૦૦૦ અબજનું ગાબડું જણાયું,લૉન માટે શરત મૂકી

પાકિસ્તાન અને આઇએમએફના અધિકારીઓ વચ્ચે મંગળવારથી વાતચીતની શરૂઆત થશે, જેમાં આર્થિક મોરચે નિર્ધારિત માપદંડોના પાલનમાં નિષ્ફળતા ચર્ચા માટે મુખ્ય વિષય હશે

29 January, 2023 09:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK