Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટક સેક્સ-સ્કૅન્ડલમાં દેવ ગૌડાના દીકરા રેવન્નાની અરેસ્ટ

કર્ણાટક સેક્સ-સ્કૅન્ડલમાં દેવ ગૌડાના દીકરા રેવન્નાની અરેસ્ટ

05 May, 2024 10:34 AM IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

SITએ દરવાજો તોડવાની ધમકી આપી એ પછી તેઓ બહાર આવ્યા

ગઈ કાલે જનતા દલ (સેક્યુલર)ના નેતા એચ. ડી. રેવન્નાની ધરપકડ કરીને કસ્ટડીમાં લઈ જતી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ.

ગઈ કાલે જનતા દલ (સેક્યુલર)ના નેતા એચ. ડી. રેવન્નાની ધરપકડ કરીને કસ્ટડીમાં લઈ જતી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ.


કર્ણાટકના સૌથી મોટા સેક્સ-સ્કૅન્ડલના મુખ્ય આરોપી સંસદસભ્ય પ્રજ્વલ અને તેના ધારાસભ્ય પિતા એચ. ડી. રેવન્નાની મુશ્કેલીઓ હવે વધશે. શનિવારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ રેવન્નાની ધરપકડ કરી હતી. રેવન્ના વિરુદ્ધ સેક્સ-સ્કૅન્ડલની એક મહિલાનું અપહરણ કરવાનો આરોપ છે. રેવન્ના તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગૌડાના બૅન્ગલોરમાં આવેલા ઘરમાં છુપાયેલા હતા. ધરપકડ દરમ્યાન ભારે ડ્રામા થયાં હતાં. ઘરની બહાર આવવા માટે અધિકારીઓએ વારંવાર જણાવ્યું હોવા છતાં રેવન્ના બહાર આવતા નહોતા. છેવટે દરવાજો તોડવાની ધમકી આપવામાં આવ્યા બાદ તેઓ બહાર આવ્યા એ પછી તેમની અરેસ્ટ થઈ હતી.

પ્રજ્વલ સામે બ્લુ-કૉર્નર નોટિસ જાહેર થશે
સેક્સ-સ્કૅન્ડલનો માસ્ટરમાઇન્ડ પ્રજ્વલ અત્યારે જર્મનીમાં છે. પ્રજ્વલ વિરુદ્ધ બ્લુ-કૉર્નર નોટિસ જારી કરવા માટે શનિવારે કર્ણાટક સરકારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ભલામણ કરી હતી. બ્લુ-કૉર્નર નોટિસને કારણે જર્મનીની સુરક્ષા-એજન્સીઓ પ્રજ્વલ ક્યાં છુપાયો છે એની જાણકારી ભારત સાથે શૅર કરશે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 10:34 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK