પ્રયાગરાજના માઘમેળામાં થતું પ્રાચીન ધાર્મિક અનુષ્ઠાન છે પંચકોસી પરિક્રમા. આ અનુષ્ઠાન પાંચ દિવસ સુધી ચાલે છે.
પ્રયાગરાજમાં શરૂ થઈ પંચકોસી પરિક્રમા
પ્રયાગરાજના માઘમેળામાં થતું પ્રાચીન ધાર્મિક અનુષ્ઠાન છે પંચકોસી પરિક્રમા. આ અનુષ્ઠાન પાંચ દિવસ સુધી ચાલે છે જેમાં પ્રયાગરાજ વિસ્તારના પંદરથી ૨૦ કિલોમીટરના ક્ષેત્રફળમાં આવેલાં મુખ્ય તીર્થસ્થળો જેમ કે દુર્વાસા મુનિ, બરખંડી શિવ મંદિર, મંડલેશ્વરનાથ મહાદેવની પદયાત્રા કરવાથી અક્ષય પુણ્ય મળે છે. આ પંચકોસી પરિક્રમા સાધુ-સંતોના નેતૃત્વમાં પાંચ દિવસ ચાલશે.


