° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


અલ્હાબાદ હાઇકોર્ટનો વિચિત્ર ચૂકાદો બાળક પાસે ઓરલ સેક્સ કરાવડાવવું `બહુ ગંભીર` ગુનો નથી

23 November, 2021 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અલ્હાબાદ હાઇકોર્ટનો વિચિત્ર ચૂકાદોઃ 20 રૂપિયા આપીને બાળકના મ્હોમાં આપ્યું જનનાંગ, નીચલી અદાલતની સજાને હળવી કરી હાઇ કોર્ટે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad Highcourt) એક બહુ વિચિત્ર ચૂકાદો આપ્યો છે. બાળકના મ્હોમાં જો કોઇ પોતાનું જનનાંગ મૂકી તેની પાસે ઓરલ સેક્સ (Oral Sex) એટલે કે મુખ મૈથુન કરાવે તો તેને `બહુ ગંભીર` (Not a serious crime) ગુનો ન ગણવો.

આ ચૂકાદો ત્યારે આવ્યો જ્યારે અલ્હાબાદની નીચલી કોર્ટે એક કેસમાં ગુનેગાર ઠેરાવાયેલી વ્યક્તિને દસ વર્ષની સજા ફટકારી અને કેસ હાઇકોર્ટમાં ગયો તો તે સજા દસ વર્ષમાંથી ઘટાડીને સાત વર્ષ કરાઇ તથા સાથે 5 હજાર રૂપિયા દંડ ફટકારાયો.

હાઇકોર્ટે આ પ્રકારના ગુનાનો પોક્સ એક્ટની કલમ 4 હેઠળ દંડનિય માન્યો છે પણ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ કૃત્ય એગ્રેટેડ પેનેટ્રિટિવ સેક્સુઅલ અસોલ્ટ અથવા ગંભીર યોન શોષણ નથી. જો કે આવા મામલામાં પોક્સો એક્ટની કલમ 6થી 10 અંતર્ગત સજા ન ફટકારી શકાય.


અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ થયેલી યાચિકામાં અપિલ કરનાર સામેનો મામલો એ હતો કે તે વ્યક્તિએ ફરિયાદીને ઘરે જઇ તેના દસ વર્ષના દીકરાને પોતાની સાથે લઇ આવ્યો. તેણે તે દસ વર્ષના બાળકના હાથમાં 20 રૂપિયા પકડાવ્યા અને ઓરલ સેક્સ કરાવડાવ્યું.

સોનુ કુશવાહા નામની વ્યક્તિએ ઝાંસી સેશન કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ન્યાયમૂર્તિ અનિલ કુમાર ઓઝાએ કુશાવાહાની અપીલ સામે નવો ચૂકાદો આપ્યો. અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના ફેંસલામાં સાફ જાહેર કર્યું કે બાળક પાસે ઓરલ સેક્સ કરાવડાવું પેનિટ્રેટિવ યૌન હુમલાની શ્રેણીમાં જ આવે જે પાક્સો અધિનિયમની કલમ 4 હેઠળ તો દંડનિય છે પણ અધિનયિમ 6ની કલમ હેઠળ નથી. આ ગણતરીને ધ્યાનમાં રાખી નીચલી અદાલતે સોનુ કુશવાહાને દસ વર્ષની જે સજા ફટકારી હતી તે ઘટાડીને સાત વર્ષ કરી નાખી. 

23 November, 2021 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશમાં જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌતમ બુદ્ધ નગરના જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો.

25 November, 2021 05:33 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રામાયણ એક્સપ્રેસના વેટર્સનો ડ્રેસ કોડ બદલાયો, સંતોએ આપી હતી ધમકી, જાણો વધુ

રામાયણ સર્કિટ ટ્રેનના વેટર્સે સંતોની વેશભૂષા પહેરવા વિવાદ બાદ રેલ્વેએ તેમના ડ્રેસ કોડમાં ફેરફાર કર્યો છે

23 November, 2021 12:25 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રામાયણ એક્સપ્રેસમાં વેટર્સના ભગવા વસ્ત્રો પર બબાલ, સંતોએ વિરોધ કરી આપી ધમકી

તાજતેરમાં જ ધાર્મિક પર્યટનને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલી રામાયણ સર્કિટ ટ્રેનને લઈ હવે વિવાદ શરૂ થયો છે.

22 November, 2021 05:11 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK