બેઠકનો મુખ્ય મુદ્દો આગામી ચોમાસુ સત્રમાં સર્વસંમતિ પર પહોંચવાનો હતો, પરંતુ બેઠક દરમિયાન અનેક પક્ષોએ સરકાર સમક્ષ એવા મુદ્દા ઉઠાવ્યા કે ચોમાસુ સત્રને લઈને પક્ષોની માગણીઓ હેડલાઈન્સ બની ગઈ છે
તસવીર: પીટીઆઈ
રવિવારે સરકારે સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક (All-Party Meeting)નું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય મુદ્દો આગામી ચોમાસુ સત્રમાં સર્વસંમતિ પર પહોંચવાનો હતો, પરંતુ બેઠક દરમિયાન અનેક પક્ષોએ સરકાર સમક્ષ એવા મુદ્દા ઉઠાવ્યા કે ચોમાસુ સત્રને લઈને પક્ષોની માગણીઓ હેડલાઈન્સ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સર્વપક્ષીય બેઠકમાં YSRCPએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માગ કરી હતી.



