Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સર્વર ડાઉન થવાથી એરપોર્ટ પર અંધાધૂંધી, ચેક-ઇનમાં વિલંબ થતા મુસાફરોની લાંબી લાઇનો લાગી

સર્વર ડાઉન થવાથી એરપોર્ટ પર અંધાધૂંધી, ચેક-ઇનમાં વિલંબ થતા મુસાફરોની લાંબી લાઇનો લાગી

Published : 19 February, 2026 03:16 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Airlines Face Check-In Issues: સોફ્ટવેર ખામીને કારણે વિવિધ એરલાઇન્સના મુસાફરોને આગમનમાં મુશ્કેલી પડી; આજે સવારે દેશના અનેક એરપોર્ટ પર ચેક-ઇન માટે લાંબી કતારો જોવા મળી; એરપોર્ટ પર મુસાફરોને ૪૦ મિનિટ કરતા વધુ રાહ જોવી પડી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગુરુવારે સવારે દેશના અનેક એરપોર્ટ પર હવાઈ સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, સોફ્ટવેર ખામીને કારણે (Airlines Face Check-In Issues) મુસાફરોને એરપોર્ટ પર ચેક-ઇન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે, સવારે ૪૦ મિનિટથી વધુ સમય સુધી ચાલેલી સોફ્ટવેર ખામીને કારણે અનેક એરપોર્ટ પર ચેક-ઇન કરવામાં થઈ રહેલી મુશ્કેલીના કારણે મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા.

આજે સવારે દેશના વિવિધ એરપોર્ટ પર મુસાફરો ૪૦થી ૪૫ મિનિટ સુધી અટવાઈ ગયા હતા. ચેક-ઇનના સોફ્ટવેર સંબંધિત મુશ્કેલીની કારણે આ સમસ્યા સર્જાઈ હતી.



કઈ એરલાઇન્સની સેવાઓ પ્રભાવિત થઈ?


સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી (Delhi), મુંબઈ (Mumbai) અને અન્ય એરપોર્ટ પર ઇન્ડિગો (IndiGo), એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express), સ્પાઇસજેટ (SpiceJet) અને અકાસા એર (Akasa Air)ની સેવાઓ પ્રભાવિત થઈ હતી. અહેવાલો અનુસાર, સોફ્ટવેર ખામીને કારણે ચેક-ઇન સિસ્ટમ આજે ગુરુવારે ૧૯ ફેબ્રુઆરીના રોજ સવારે ૬.૪૫ વાગ્યાથી સવારે ૭.૨૮ વાગ્યા સુધી ડાઉન રહી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિક્ષેપ દરમિયાન કામગીરી મેન્યુઅલી ચાલુ રહી હતી, એરલાઇન્સે વિલંબ ઘટાડવા માટે બેકઅપ પ્રક્રિયાઓ પર સ્વિચ કરી હતી.


સોફ્ટવેરમાં ખામીને કારણે સર્જાઈ મુશ્કેલી

એમેડિયસની માલિકીની સોફ્ટવેર નેવિટેર, મુખ્યત્વે વિશ્વભરમાં ઓછા ખર્ચે અને હાઇબ્રિડ કેરિયર્સને રિઝર્વેશન, ઇન્વેન્ટરી અને ડિપાર્ચર કંટ્રોલ સિસ્ટમ્સ પૂરી પાડે છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, નેવિટેરમાં આઉટેજને કારણે એરપોર્ટ ચેક-ઇન (Airlines Face Check-In Issues) કાઉન્ટર્સ અને બોર્ડિંગ સિસ્ટમ્સ સહિત પેસેન્જર પ્રોસેસિંગ સિસ્ટમ્સ પર અસર પડી હતી, જેના પરિણામે સવારના પીક ટ્રાવેલ સમયગાળા દરમિયાન લાંબી કતારો લાગી હતી.

સમસ્યા ઉકેલાઈ ગઈ, સિસ્ટમ પુનઃસ્થાપિત

એક સૂત્રએ જણાવ્યું હતું કે, સમસ્યા ૪૫ મિનિટ પછી ઉકેલાઈ ગઈ હતી અને સિસ્ટમ અત્યારે સામાન્ય રીતે કાર્યરત છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, સોફ્ટવેર ખામીને કારણે એરલાઇન્સમાં કોઈ નોંધપાત્ર વિક્ષેપ પડ્યો નથી.

જોકે, હાલમાં આ બાબતે એરલાઇન્સ દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આવી સમસ્યાઓ પહેલા પણ થઈ છે

દેશના વિવિધ એરપોર્ટ પર મુસાફરોને આવી સમસ્યાનો સામનો કરવાનો આ પહેલો પ્રસંગ નથી.

ગયા ડિસેમ્બરમાં, આવી જ સમસ્યાના કારણે એરપોર્ટ પર નોંધપાત્ર અવરોધો સર્જાયા હતા. તે સમયે, થર્ડ-પાર્ટી સિસ્ટમમાં ખામી સર્જાતા મુસાફરોની લાંબી કતારો કલાકો સુધી લાગી હતી. જોકે, કલાકો પછી, સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાઈ ગઈ હતી અને એરપોર્ટ પર કામગીરી સામાન્ય થઈ ગઈ હતી.

આ પહેલા, નવેમ્બર ૨૦૨૫માં, ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (Automatic Message Switching System - AMSS)માં ટેકનિકલ સમસ્યાને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કામગીરી ખોરવાઈ જતાં ૪૦૦થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મોડી પડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 03:16 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK