ખેડૂતોને ફરી મનાવવામાં લાગી સરકાર
ફાઈલ તસવીર
કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ગુરુવારે નવા કૃષિ કાયદા પર કેન્દ્ર સરકારનો પક્ષ રાખ્યો. તેઓએ કહ્યું કે કૃષિ ક્ષેત્રે ખાનગી રોકાણો ગામડાંઓ અને ખેતરો સુધી પહોંચ્યા, જેની સંભાવના લગભગ ઓછી હતી. સરકારે વડા પ્રધાનના નેતૃત્વમાં સતત ખેતી અને ખેડૂતને આગળ વધારવા, ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવા, કૃષક અનુદાન વધારવા માટે કામ કર્યા. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે ૨૦૧૪ પહેલાં યુરિયાની અછત જોવા મળતી હતી. રાજ્યને યુરિયાની જરૂરિયાત રહેતી હતી, તે સમયે મુખ્ય પ્રધાન દિલ્હીમાં ડેરો નાખીને બેસી રહેતા હતા. એક સમયે યુરીયાનું બ્લેક માર્કેટિંગ થતું હતું. યુરિયાની લૂંટની ઘટનાઓ પણ ઘટતી હતી. વડા પ્રધાન મોદીએ યુરિયાને નીમ કોટિંનું કામ કરાવ્યું અને છેલ્લાં ૬ વર્ષથી દેશમાં ખેડૂતોને યુરિયાની કોઈ જ અછત નથી. દેવસૂલીના નિર્દેશ એસડીએમ દ્વારા ખેડૂતોની વિરુદ્ધમાં નહીં થાય. ભૂમિ સુરક્ષિત રહે તે દિશામાં સરકારે વિમર્શ કર્યો છે. તોમરે કહ્યું કે આ કાયદાને દેશભરમાં આવકારવામાં આવ્યો. આ વચ્ચે એવા પણ ઉદાહરણો મળ્યા કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં તાત્કાલિક ચુકવણી કરાવવામાં આવી. આ સિલસિલો ચાલતો હતો કે કેટલાક ખેડૂતો અને કેટલાક યુનિયન આંદોલન કરવા લાગ્યા. પંજાબની ખેડૂત યુનિયનના લોકો સાથે ૧૪ ઑક્ટોબર અને ૧૩ નવેમ્બરે વાતચીત થઈ. અમે લોકો સતત ચર્ચા માટે તૈયાર હતા. વાતચીત ચાલી રહી હતી કે આ વચ્ચે ૨૬-૨૭ નવેમ્બરે આંદોલનની જાહેરાત થઈ.

