AAPના સંસદસભ્યનો ડોનલ્ડ ટ્રમ્પને પત્ર ૧૪૬ કરોડ ભારતીયો અમેરિકન કંપનીઓનો બહિષ્કાર કરશે તો શું થશે?
AAPના સંસદસભ્યનો ડોનલ્ડ ટ્રમ્પને પત્ર
ભારત પર ૫૦ ટકા ટૅરિફ લગાવવાના અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નિર્ણયને નિરાશાજનક ગણાવીને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સંસદસભ્ય અશોકકુમાર મિત્તલે ટ્રમ્પને ખુલ્લો પત્ર લખ્યો હતો અને આ પત્રમાં તેમણે ટ્રમ્પને સવાલ કર્યો હતો કે જો ૧૪૬ કરોડ ભારતીયો ભારતમાં કાર્યરત અમેરિકન કંપનીઓનો બહિષ્કાર કરશે તો શું થશે? અમેરિકાનું ડિજિટલ અર્થતંત્ર કોડ પર ચાલે છે અને મોટા ભાગના કોડ ભારતમાં લખાયેલા છે. તમે ભારતને ડેડ ઇકૉનૉમી કહો છો, પણ ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાને આવી જશે. ભારત અત્યારે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર પણ છે. અમેરિકન કંપનીઓ ભારતીય બજારમાંથી ટેક્નૉલૉજી, શિક્ષણ, ફાઇનૅન્સ અને ઇન્ટરનેટ પ્રોટોકૉલ સહિત વિવિધ ક્ષેત્રોમાં વાર્ષિક ૮૦ અબજ ડોલરનો વેપાર કરે છે. ભારત જો અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું નક્કી કરે તો અમેરિકાને ભારતની તાકાતની ખબર પડશે.


