આ વિકૃત યુવાન ઘણા સમયથી શ્વાનોને સતાવતો હતો અને શ્વાનોને તેની હવસનો શિકાર બનાવતો હતો
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસે એવા એક યુવાનની ધરપકડ કરી હતી જેણે માદા શ્વાન સાથે અકુદરતી સંભોગ કર્યો હતો. આ સંદર્ભમાં આશરે ૨૧ સેકન્ડનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ પોલીસે ગાઝિયાબાદના મોદીનગરમાંથી ૨૧ વર્ષના સુરેન્દ્ર સિંહ નામના આ વિકૃત યુવાનની પશુઓ સાથે ક્રૂરતાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી.
આ સંદર્ભમાં મળતી જાણકારી મુજબ મોદીનગરની બળવંતપુરા કૉલોનીની આ ઘટના છે. આ વિકૃત યુવાન ઘણા સમયથી શ્વાનોને સતાવતો હતો અને શ્વાનોને તેની હવસનો શિકાર બનાવતો હતો. લોકોએ તેને ઘણી વાર સમજાવ્યા બાદ પણ તે સુધરતો નહીં હોવાથી લોકોએ જ તેનો આવી હરકત કરતો વિડિયો લઈ લીધો હતો અને વાઇરલ કરી દીધો હતો.

