Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકની શૉકિંગ ઘટના પાંચ વિષયમાં નાપાસ દીકરી અને મમ્મી વચ્ચે ચપ્પુ ચાલ્યાં

કર્ણાટકની શૉકિંગ ઘટના પાંચ વિષયમાં નાપાસ દીકરી અને મમ્મી વચ્ચે ચપ્પુ ચાલ્યાં

04 May, 2024 10:55 AM IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૦ વર્ષની મમ્મીને ઘાયલ અવસ્થામાં બૅન્ગલોરની હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુ​નિટ (ICU)માં દાખલ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કર્ણાટકમાં પાંચ વિષયમાં નાપાસ થયેલી દીકરી અને તેની મમ્મી વચ્ચે થયેલા ઝઘડા બાદ બન્નેએ એકમેકને ચાકુના ઘા માર્યા હતા, જેમાં ૧૯ વર્ષની દીકરીનું મૃત્યુ થયું હતું અને ૬૦ વર્ષની મમ્મીને ઘાયલ અવસ્થામાં બૅન્ગલોરની હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુ​નિટ (ICU)માં દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં હુબલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસ ​વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘દીકરી સા​હિત્યા ભણીગણીને આગળ વધે એ માટે મમ્મી પદ્‍‍મજાએ તેના સ્વર્ગસ્થ પતિની કંપની વેચી દીધી હતી. મમ્મીને ઘણી આશા હતી કે દીકરી ભણીને સફળતા મેળવશે, પણ તે પ્રી-​યુનિવર્સિ​ટી (PU) પરીક્ષામાં એકસાથે પાંચ વિષયમાં નાપાસ થઈ હતી. સોમવારે જાહેર થયેલા રિઝલ્ટમાં સા​હિત્યાના માર્ક જોઈને પદ્‍મજાએ તેનો ઊધડો લીધો ત્યારે બન્ને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ અને એ પછી ઝઘડો વધ્યો, જેમાં બન્નેએ એકમેક પર ચાકુથી હુમલો કર્યો હતો.’  પદ્‍મજા ICUમાંથી બહાર આવે એ પછી પોલીસ તેમનું નિવેદન નોંધશે. તેમની સામે દીકરીની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 10:55 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK