Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી વિધાનસભાનો ગેટ તોડીને કાર અંદર પહોંચી ગઈ, ડ્રાઇવરે ગુલદસ્તો મૂક્યો અને નાસી ગયો

દિલ્હી વિધાનસભાનો ગેટ તોડીને કાર અંદર પહોંચી ગઈ, ડ્રાઇવરે ગુલદસ્તો મૂક્યો અને નાસી ગયો

Published : 07 April, 2026 10:10 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડા કલાકોની શોધખોળ બાદ જોકે તેને પકડી પાડવામાં આવ્યો હતો

દિલ્હી વિધાનસભાના પરિસરમાં મૂકેલો બુકે અને એ બુુકે મૂકતાં પહેલાં જોવા મળેલો ઘૂસણખોર.

દિલ્હી વિધાનસભાના પરિસરમાં મૂકેલો બુકે અને એ બુુકે મૂકતાં પહેલાં જોવા મળેલો ઘૂસણખોર.


દિલ્હી વિધાનસભાના પરિસરમાં ગઈ કાલે બપોરે બે વાગ્યે માસ્ક પહેરેલી એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી ઉત્તર પ્રદેશનો રજિસ્ટ્રેશન-નંબર ધરાવતી કાર બળજબરીથી અંદર ઘૂસી આવી હતી. આ કારનો ડ્રાઇવર વિધાનસભાના પરિસરમાં એક ગુલદસ્તો મૂકીને નાસી ગયો હતો. આ ઘટનાથી વિધાનસભાના સંકુલમાં સુરક્ષા-વ્યવસ્થા અંગે સવાલો ઉપસ્થિત થયા હતા, કારણ કે વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિધાનસભ્યોની નિયમિત હાજરીને કારણે આ સંકુલને અત્યંત સંવેદનશીલ અને સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે.

કારનો ડ્રાઇવર વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાના કાર્યાલય તરફ આગળ વધ્યો હતો અને પાછા જતાં પહેલાં તેણે મંડપ પાસે ફૂલોનો બુકે મૂક્યો હતો. આ માણસ એક બુકે અને એક બૅગ લઈને ગયો હતો, જ્યારે તેના ગળામાં ગલગોટાની માળા હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુકેની અંદરથી કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી.



થોડા કલાકોની શોધખોળ બાદ માસ્ક પહેરેલી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તાતા સિયેરા કાર જપ્ત કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ સરબજિત સિંહ તરીકે કરવામાં આવી છે અને કાર નૉર્થ દિલ્હીના ગીચ વસ્તીવાળા વિસ્તાર રૂપનગરમાંથી મળી આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 10:10 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK