Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પની ડેડલાઇન પહેલાં ઇઝરાયલે ઈરાનમાં ૮ પુલ ઉડાવી દીધા

ટ્રમ્પની ડેડલાઇન પહેલાં ઇઝરાયલે ઈરાનમાં ૮ પુલ ઉડાવી દીધા

Published : 08 April, 2026 11:16 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી તરફ ઈરાને યુનાઇટેડ આરબ એમિરેટ્સ પર મિસાઇલ છોડી હતી. આ મિસાઇલનું નિશાન અમેરિકન ઍરબેઝ હતાં

ગઈ કાલે તેહરાનમાં કરવામાં આવેલા હુમલાને પગલે ઊઠતો ધુમાડો.

ગઈ કાલે તેહરાનમાં કરવામાં આવેલા હુમલાને પગલે ઊઠતો ધુમાડો.


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે આપેલી સમયમર્યાદા પૂરી થાય એ પહેલાં ગઈ કાલે ૩૯મા દિવસે યુદ્ધે વધુ ખતરનાક વળાંક લીધો હતો. ઇઝરાયલે ૮ ઈરાની પુલ ઉડાવી દીધા હતા. ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે આપણે એક આતંકવાદી શાસનને કચડી રહ્યા છીએ. ઇઝરાયલી સૈન્યએ ૮ ઈરાની પુલો પર બૉમ્બમારો કરીને નાશ કર્યો છે. ઇઝરાયલી સૈન્યએ એક વિડિયો બહાર પાડીને દાવો કર્યો છે કે એણે ૮ ઈરાની પુલો ઉડાવી દીધા છે. આ હુમલાઓમાં ઈરાની આતંકવાદી શાસન દ્વારા શસ્ત્રો અને લશ્કરી સાધનોના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા પુલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બ્રિજમાં રેલવે પુલોનો પણ સમાવેશ છે. આ હુમલાઓ તેહરાન, કરાજ, તબ્રીઝ, કાશાન અને કોમ સહિત અનેક વિસ્તારોમાં થયા હતા. હુમલાના પગલે ઈરાનમાં રેલવે-સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.

બીજી તરફ ઈરાને યુનાઇટેડ આરબ એમિરેટ્સ પર મિસાઇલ છોડી હતી. આ મિસાઇલનું નિશાન અમેરિકન ઍરબેઝ હતાં. આ સિવાય ઈરાને ઇઝરાયલમાં પણ મિસાઇલો છોડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 11:16 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK