79th Independence Day: સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન; ૧૦૩ મિનિટ સુધી ચાલ્યું આજનું ભાષણ; તોડ્યા અનેક રેકોર્ડ્સ
લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કી હાઇલાઇટ્સ
- પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ૧૨મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું છે
- લાલ કિલ્લા પરથી કોઈપણ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું આ સૌથી લાંબુ ભાષણ
- લાલ કિલ્લા પર સૌથી વધુ વખત ધ્વજ ફરકાવનારા પ્રધાનમંત્રીઓમાં પીએમ મોદી ત્રીજા ક્રમે
આજે ૭૯માં સ્વતંત્રતા દિવસ (79th Independence Day) નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દિલ્હી (Delhi)ના લાલ કિલ્લા (Red Fort)ની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ ૧૨મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ સાથે જ આજે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે આજે દેશનું સંબોધન (PM Narendra Modi’s Independence Day speech) કર્યું હતું. આ વર્ષે, પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કુલ ૧૦૩ મિનિટ લાંબુ ભાષણ આપ્યું છે. આ લાલ કિલ્લા પરથી કોઈપણ પીએમ દ્વારા આપવામાં આવેલું સૌથી લાંબુ ભાષણ છે. આ પહેલા પીએમ મોદીએ વર્ષ ૨૦૨૪માં ૯૮ મિનિટનું ભાષણ આપ્યું હતું.
ADVERTISEMENT
શુક્રવારે ૭૯માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ નરેન્દ્ર મોદીએ ૧૦૩ મિનિટનું ભાષણ આપ્યું, જે ભારતના ઇતિહાસમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોઈપણ વડા પ્રધાન દ્વારા આપવામાં આવેલું સૌથી લાંબુ ભાષણ છે. પીએમ મોદીએ ગયા વર્ષે ૭૮મા સ્વતંત્રતા દિવસ પર આપેલા તેમના ૯૮ મિનિટના ભાષણનો રેકોર્ડ તોડ્યો. વર્ષ ૨૦૨૪ પહેલાનું તેમનું સૌથી લાંબુ સ્વતંત્રતા દિવસનું ભાષણ વર્ષ ૨૦૧૬માં ૯૬ મિનિટનું હતું. જ્યારે તેમનું સૌથી ટૂંકું ભાષણ વર્ષ ૨૦૧૭માં હતું, જ્યારે તેમણે ૫૬ મિનિટનું ભાષણ આપ્યું હતું.
સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર સૌથી વધુ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવનારા વડા પ્રધાનોમાં પીએમ મોદી ત્રીજા ક્રમે છે. અત્યાર સુધીમાં, ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru) ૧૭ વખત ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ ધરાવે છે. તેમના પછી ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi)નો નંબર આવે છે, જેમણે ૧૬ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત ૧૨મું ભાષણ આપીને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ પણ તોડ્યો અને જવાહરલાલ નેહરુ પછી બીજા ક્રમે છે. નેહરુએ સ્વતંત્રતા દિવસના સતત ૧૭ ભાષણો આપ્યા હતા.
ઈન્દિરા ગાંધી જાન્યુઆરી ૧૯૬૬ થી માર્ચ ૧૯૭૭ અને પછી જાન્યુઆરી ૧૯૮૦ થી ઓક્ટોબર ૧૯૮૪ સુધી પીએમ હતા. આ સમયગાળા દરમિયાન, ઈન્દિરા ગાંધીએ ૧૫ ઓગસ્ટના રોજ વડા પ્રધાન તરીકે ૧૬ ભાષણો આપ્યા હતા, જેમાંથી ૧૧ સળંગ હતા. જોકે, આ રેકોર્ડ તોડતા, પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સતત ૧૨ વાર ભાષણ આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪ માં સ્વતંત્રતા દિવસનું પહેલું ભાષણ આપ્યું હતું, જે ૬૫ મિનિટ ચાલ્યું હતું. વર્ષ ૨૦૧૫માં લાલ કિલ્લા પરથી તેમનું ભાષણ ૮૮ મિનિટ ચાલ્યું હતું. વર્ષ ૨૦૧૮માં, મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ૮૩ મિનિટનું ભાષણ આપ્યું હતું. ત્યારબાદ, વર્ષ ૨૦૧૯માં તેમણે લગભગ ૯૨ મિનિટનું ભાષણ આપ્યું હતું. વર્ષ ૨૦૨૦માં મોદીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ ૯૦ મિનિટનું હતું. વર્ષ ૨૦૨૧માં તેમનું સ્વતંત્રતા દિવસનું ભાષણ ૮૮ મિનિટનું હતું અને વર્ષ ૨૦૨૨માં તે ૭૪ મિનિટનું હતું. ૨૦૨૩માં વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ૯૦ મિનિટનું ભાષણ કર્યું હતું. વર્ષ ૨૦૧૭માં લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું ભાષણ ૫૬ મિનિટનું હતું, વર્ષ ૨૦૧૬માં ૯૬ મિનિટનું અને વર્ષ ૨૦૧૫માં ૮૮ મિનિટનું હતું. પીએમ મોદીનું સૌથી ટૂંકું ભાષણ ૬૫ મિનિટનું છે, જે તેમણે વર્ષ ૨૦૧૪માં આપ્યું હતું.
નરેન્દ્ર મોદી પહેલા વર્ષ ૧૯૪૭માં જવાહરલાલ નેહરુ અને વર્ષ ૧૯૯૭માં ઈન્દરકુમાર ગુજરાલે અનુક્રમે ૭૨ અને ૭૧ મિનિટનું સૌથી લાંબુ ભાષણ આપ્યું હતું. વર્ષ ૧૯૫૪માં નેહરુ અને વર્ષ ૧૯૬૬માં ઈન્દિરા ગાંધીએ પણ અનુક્રમે ૧૪ મિનિટનું સૌથી ટૂંકું ભાષણ આપ્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાનો મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીએ પણ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સૌથી ટૂંકા ભાષણો આપ્યા છે. વર્ષ ૨૦૧૨ અને ૨વર્ષ ૦૧૩માં સિંહના ભાષણો અનુક્રમે ફક્ત ૩૨ અને ૩૫ મિનિટના હતા. વર્ષ ૨૦૦૨ અને વર્ષ ૨૦૦૩માં વાજપેયીના ભાષણો વધુ ટૂંકા અનુક્રમે ૨૫ અને ૩૦ મિનિટના હતા.


