Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાયદો ભણ્યા વિના સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ જાતે લડ્યો અને જીત્યો

કાયદો ભણ્યા વિના સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ જાતે લડ્યો અને જીત્યો

Published : 15 February, 2026 11:13 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જબલપુરના ૧૯ વર્ષના અથર્વ ચતુર્વેદીએ સુપ્રીમ કોર્ટના જજને દસ મિનિટની દલીલમાં પોતાની વાત સમજાવી દીધેલી. જબલપુર હાઈ કોર્ટમાં તેણે દલીલ કરેલી ત્યારે તો જજે કહેલું કે તારે ડૉક્ટર નહીં, વકીલ બનવાની જરૂર છે

અથર્વ ચતુર્વેદી

અથર્વ ચતુર્વેદી


સુપ્રીમ કોર્ટે નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડરગ્રૅજ્યુએટ (NEET UG) પાસ કરનારા ઇકૉનૉમિકલી વીકર સેક્શન (EWS) કૅટેગરીના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ કૉલેજોમાં આ ક્વોટા અંતર્ગત પ્રોવિઝનલ ઍડ્મિશન આપવાનો આદેશ આપ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય પાછળ જબલપુરનો ૧૯ વર્ષનો અથર્વ ચતુર્વેદી છે. અથર્વએ NEET UG પરીક્ષા પાસ કરી હતી, પરંતુ પ્રાઇવેટ મેડિકલ કૉલેજોમાં EWS ક્વોટા અંતર્ગત એટલા માટે જ ઍડ્મિશન નહોતું થઈ શક્યું કેમ કે મધ્ય પ્રદેશ સરકારે આ માટે કોઈ નીતિ નહોતી બનાવી. જબલપુરના અથર્વ ચતુર્વેદીએ આ માટે જાતે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને મુખ્ય ન્યાયાધીશને માત્ર ૧૦ મિનિટની દલીલમાં પોતાની વાત સમજાવવામાં સફળ રહ્યો.

સુપ્રીમ કોર્ટમાં રજૂ થતાં પહેલાં અથર્વએ જબલપુર હાઈ કોર્ટમાં પણ જાતે જ પોતાના કેસ માટેની દલીલો કરી હતી. એ વખતે જજે કહ્યું પણ હતું કે તારે ડૉક્ટર નહીં, વકીલ બનવું જોઈએ.



કોણ છે આ અથર્વ ચતુર્વેદી?


જબલપુરમાં રહેતો અથર્વ એક સામાન્ય ટ્વેલ્થ પાસ વિદ્યાર્થી છે. તેનું સપનું ડૉક્ટર બનવાનું છે. તેણે એન્જિનિયરિંગ અને મેડિકલ બન્નેની એન્ટ્રન્સ એક્ઝામ આપી હતી, પરંતુ EWS ક્વોટા અંતર્ગત પ્રાઇવેટ કૉલેજમાં ઍડ્‍મિશન નહોતું મળી રહ્યું. અથર્વના પિતા મનોજ ચતુર્વેદી વકીલ છે, પણ તેમણે કદી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી નહોતી. અથર્વ તો માત્ર પિતાનું કામ જોતો રહેતો હતો અને તેણે જાતે જ પોતાને થઈ રહેલા અન્યાય વિરુદ્ધ લડાઈ કરવાનું નક્કી કરી લીધેલું. તેણે બે વાર NEET UG પરીક્ષા પાસ કરી છે. NEETમાં તેને ૫૩૦ માર્ક મળ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 11:13 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK